જાણો : શુ થયુ છોકરી જોવા ગયેલા વડોદરા ના યુવાન સાથે સુરત માં?

0
606
Advertisement
Loading...

*સુરતી ભાષાની મજાનો અનુભવ….સુધ્ધ અને ટાજી હૂરટી ભાસાની હુવાસ!!!*

સંસ્કારનગરી વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યુવાનીના ઉંબરે પગરણ માંડયાં. કન્યાઓ જોવાનું શરૂ કર્યું.

બેટર ચોઈસ અને વાઈડ સિલેક્શન માટે એમણે *’ડક્સીન ગુજરાટ’* ના સુરત શહેર તરફ નજર દોડાવી.

કુંડળી મેચ થઈ.

પરિવારો અનુકૂળ હતા એટલે મીતકુમાર કન્યાને સુરત જોવા જવા નીકળ્યા.

સરનામું કતારગામ રોડનું હતું.
રિક્ષાવાળાને *’ટ્રનેક’ વાર સમજાવ્યું ત્યારે એ બોલ્યો, *”એમ કેવ ની ટારે કે કટાળગામ ળોડ પર જવું છ.”*

છેવટે રિક્સાવાળાએ બરાબર *’થેકાને’* પહોંચાડયા.

ભાવિ સસરાની એક જ શરત હતી,
“પોયરો કાંડા-લહણ ખાટોની જોઈએ.” એટલે મીતકુમારે પોતે કાંદા લસણ ખાય છે
એ છુપાવવાનું હતું.

ભાવિ સસરાના ઘરે ડોરબેલ વગાડતાં બારણાના જાળિયાનું તાળું ખોલી જમાઈને આવકારવામાં આવ્યા. સસરા તાડુક્યા *”બાન્ને ટાલું મારી ડે.* ભિખારી અંડર ઘૂસી આવે ચ. *બીજા ભિખારી ની આવી જાય.”*

આવા સન્માન પછી સસરાએ ઘરનોકરને કહ્યું, “હોફા હાફ કર નીટો જમાઈરાજને બઢી હૂરટ ની ઢૂલ લાગી જહે.”

હોફા હાફ થીયો એટલે જમાઈએ પૂંઠ ટેકવી.

સસરાએ કિચન તરફ જોઈ બૂમ પાડી,

*”ઈંડુ ટૈયાર છે?”*

મીતકુમાર હચમચી ગયા.

વાત તો થઈ હતી કે કાંદા લસણનો બાધ છે અને આ લોકો સવારની પહોરમાં ઇંડુ પીરસવાની વાત કરતા હતા.

મીતકુમારને થયું કે સસરા એની પરીક્ષા લઈ રહ્યા છે, એટલે મીતકુમાર બને તેટલી શાંતિથી બોલ્યા,

*”ઈંડુ મને પસંદ નથી. એક્ચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઇંડુ ન ચાલે!”*

સસરા ‘અકરાયા’,

*”અરે! ઇંડુ પસંડ ની મલે તો હું કામ હૂરટ હુઢી લામ્બા ઠિયા?”*

આ સંવાદ સાંભળી સાસુજી બહાર ઘસી આવ્યાં,

*”ફોતો ને કુન્દલી જોઈને ના ની પાળી ડેવાય? આ રીટે અમારા પળિવાળની ફજેટી કળવાની?”*

મીતકુમારને સમજાયું નહીં કે સવારની પહોરમાં ઇંડુ ખાવાની ના પાડવાથી કોઈ પરિવારની ફજેતી કેવી રીતે થાય!

છતાં મીતકુમાર બોલ્યા, સોરી!

સસરા હજુ ગુસ્સામાં હતા,
*”તમારી સોળીની હું અમારે હોળી કરવાની? ગ્નાટીના મેરામાં અમે કેયું કે અમને _’મીટ’_ ચાલહે તો ટમારાં મમ્મી પપ્પાએ બી કેયું કે અમારે _’ઇંડુ’_ ચાલહે, પછી હવે હેના પલટી મારો!”*

બે *વૈષ્ણવ વેવાઈ* વચ્ચે *એગ* અને *મટન* ચાલે એવો સંવાદ થાય એ મીતકુમારની અલ્પબુદ્ધિ માટે કલ્પના બહારનું હતું.

સસરાએ હાથ જોડયા,
*”ઇંડુ તૈયાર છે હવે જોઈ ટો લેવ!”*

મીતકુમારને થયું કે ઇંડુ ખાવામાં બાધ છે, જોવામાં નથી. એટલે હકારસૂચક હા પાડી.

સસરાને *’શાન’ના શાકાલની જેમ ‘ત્રન ટાલી’ પાડી* એટલે એક સુંદર કન્યા ટ્રે લઈ આવી.

ટ્રેની અંદરનો ખાદ્ય પદાર્થ જોતાં મીતકુમારને થયું કે ઇંડા લંબગોળને બદલે ગોળ કેમ છે?

ત્યાં જ સાસુ બોલ્યાં, *”મોં મીથું કરો!”*

મીતકુમાર ચોંક્યા, *’સ્વીટ એગ્સ?’*

*સૂગ કરતાં ક્યુરિયોસિટી વધી જતાં* મીતકુમારે એ
ગોળાકાર *’ઇંડા’* ને પકડી સૂંઘી જોયું.

સસરાએ ખુલાસો કર્યો, *”રસગુલ્લા છે.”*

મીતકુમાર બોલ્યા, *”તમે તો ઈંડુ ઇંડુ કરતાં હતા ને!”*

સાસુએ કહ્યું, *”ટે આ રેઈ અમારી ઇંડુ ઉર્ફે ઇંડ્રાવટી, ટમે જેને નિહારવા આવ્યા ટે ટમારી હામ્મે ઊભી!”*

મીતકુમારે આદુંવટી અને ઘનવટી જોઈ હતી પણ ઇંડ્રાવટી પહેલી વાર જોઈ.

*એ ઇંદ્રાવતીના રૂપના પ્રકાશમાં એકસાથે બધી જ ટયુબલાઇટ ઝબકી ઊઠી!!!*

*સસરાજી ‘ઇંડુ તૈયાર છે?’ નહીં પણ ‘ઇન્દુ તૈયાર છે?’ એમ પૂછતા હતા. અને પોતે એમ કહ્યું કે અમારા પરિવારમાં ‘ઇંડુ’ ન ચાલે ત્યારે આ હૂરટીઓ ‘ઇન્દુ’ ન ચાલે એમ સમજ્યા હતા અને સસરા અમને ‘મીટ’ ચાલહે એમ કહીને ‘મીત પસંદ છે’ એવું કહેવું હતું!*

કેટરીના અને દીપિકાને હંફાવે એવી ઇન્દુને જોઈને અને આ સ્પષ્ટતા થતાં મીતકુમારનો શ્વાસ હેઠો બેઠો.

ત્યાં જ સસરાજી બોલ્યા, *”તમારા શાળા ટુસાર સાળામાં ભનાવવા ગિયા છે, સીકસક છે. એ આવી જાય એટલે ચીકનપૂરી ખાઈ લઈએ.”*

મીતકુમારે *‘ચીકનપૂરી’* નામની વાનગી લંચમાં ખાવાની કલ્પના નહોતી કરી. પણ ના કેવી રીતે પાડવી?

એ તો *‘શીખંડપૂરી’* પીરસાયાં ત્યારે જ ખબર પડી કે વાનગી પ્રાણીજન્ય હતી પણ વર્જ્ય નહોતી.

*અંટે મીટે કહી ડીઢુ કે મને ઈંડુ પસંડ છે.*

🤣🤣🤣🤣😆

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here