તે કયારેય મળી નહીં છતાં મને પ્રેમ કરતી હતી….વાંચો રસપ્રદ કહાની

0
1015
Advertisement
Loading...

મહેશ દવે પોતાની ઓફિસના પગથીયા ઉતરી રહ્યા હતા, ત્યારે તેમના કાને અવાજ પડયો દવે સર પ્લીઝ એક મિનીટ, તેમણે પાછળ ફરીને જોયુ. ત્યાં કોઈ ન્હોતુ, તે પગથીયા પુરા થાય તે પછીની ખાલી ગેલેરીમાં કોઈ ન્હોતુ.. તે થોડીક વાર ખાલી ગેલેરી જોઈ રહ્યા પછી હસી પડયા. અને પગથીયા ઉતરી ઓફિસની બહાર આવી ગયા, નીચે આવી તેમણે ઓફિસની દસ મંજીલી ઈમારતને ઉપર સુધી જોઈ, જોતા જ રહ્યા જીંદગીના ચાર દસકા અહિયા જ પુરા થઈ ગયા, હવે કદાચ કયારેય આફિસમાં આવવાનું થશે નહીં. પણ આજે આટલા વર્ષે મંજરીનો ભાસ કેમ થયો હશે.. મંજરી હતી જ તેવી મહેશ દવેના જીવનનું એવુ પાત્ર જયારે તેમની જીંદગીમાં આવ્યુ જ નહીં છતાં તેની હાજરી સતત ભાસતી રહી.

તે પાર્કિગમાં ગયા કારને સેલ માર્યો અને ફરી એક વખત ઓફિસ તરફ નજર કરી કાર હંકારી મુકી હતી, કાર ઘર તરફ જઈ રહી હતી, પણ મંજરી તરફ વળી ગયુ હતું. મહેશ દવે ભારત સરકારની ઓફિસમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, જયારે મંજરી તેમની કલાર્ક હતી, છ વાગ્યાના ટકોરે ઓફિસ ખાલી થઈ જતી, પણ મંજરી કયારેય પોતાનું કામ બાકી રાખી જતી નહીં, મહેશ દવે પોતાની ઓફિસ છોડી પગથીયા ઉતરતા હોય ત્યાં અવાજ કાને પડે દવે સર પ્લીઝ એક મિનીટ.. દવે તરત રોકાઈ હાથ ઉપરની કાંડા ઘડીયાળ જોતા અને કહેતા મંજરી કઈ ભાન પડે છે, સાડા છ થયા, ઘરે કયારે જઈશ.. તે ચહેરા ઉપર દોષી હોવાનો ભાવ લાવી કહેતી સર કાલે પાછુ બીજુ કામ આવી જશે બસ કામ પુરૂ જ થયુ છે, તેમ કહી ફાઈલ આગળ ધરી કહેતી એક સીગ્નેચર પ્લીઝ, અને દવે પેન કાઢી હસતા હસતા ફાઈલ ઉપર સહી કરી દેતા.. એક પગથીયુ ઉતરી તરત પાછી ફરી રહેલી મંજરી કહેતા સાંભળ તરત નિકળજે અને પહોંચી મને ફોન કરી દેજે.

મંજરી ત્યારે લગભગ બાવીસ-ત્રેવીસ વર્ષની હશે જયારે તેણે નોકરી જોઈન્ટ કરી હશે, દેખાવમાં અત્યંત સુંદર હતી, પણ કદાચ તેની સુંદરતા તેના ચહેરાની નહીં, પણ તેની પાસે એક સારૂ હ્રદય હતું, અત્યંત સરળ અને કાયમ હસતી, હસાવતી મંજરી ઓફિસનું પ્રિય પાત્ર હતું, મંજુરી મોડી નિકળે ત્યારે ઘરે પહોંચી અચુક મહેશ દવેના ઘરે ફોન કરી કહી દેતી.. સર ઘરે પહોંચી ગઈ છુ,ત્યારે તો લેન્ડ લાઈન ફોન જ હતા, ઘણી વખત તો મંજુરીનો ફોન મહેશ દવેના પત્ની સ્વાતી ઉપાડતા અને પછી પહોંચી ગઈ છુ તેવુ કહેવા મંજરીનો ફોન સ્વાતી સાથે અડધો કલાક ચાલતો હતો, સ્વાતી પોતાની દિકરી કેતાને લઈ ઘણી વખત ઓફિસ આવતા ત્યારે કેતા દસ વર્ષની હતી, પણ કેતાને જોતા મંજરી તેને તેડી લેતી અને સ્વાતીને કહેતી મેમ તમે બહાર જ ઉભા રહો સરને સરપ્રાઈઝ આપીએ.

કેતાને તેડી મંજરી મહેશ દવેની ચેમ્બરમાં દાખલ થતી અને કહેતી સર જુઓ એક નવો સ્ટાફ મેમ્બર આવ્યો છે, દવેને મંજરીના હાથમાં કેતાને જોતા આશ્ચર્ય થતુ પણ દવે સાહેબનો ચહેરો જોતા જ મંજુરી ખડખડાટ હતી પડતી અને કહેતી સર મેમ બહાર ઉભા છે. એકદમ અલ્લડ અને મસ્તીખોર છોકરી હતી, કયારેક તે બપોરે ચેમ્બર નોક કર્યા વગર અંદર આવી જતી, અને ટેબલ ઉપર પોતાનું લંચ બોકસ મુકતા કહેતી સર ચાખો તમારો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. દવે મંજરી સામે જોઈ રહેતા, તે કહેતી સર બહુ વિચાર કરવાની જરૂર નથી, અને દવે સાહેબ હાંડવો ખાઈ લેતા, મંજરીને દવેની બારીક બારીક વાતોની ખબર હતી, તેમની પસંદ-નાપસંદ અને રંગોની પણ , તેમણે તેને પુછયુ પણ હતું મંજરી તને મારી વાતો કોણ કહે છે, પણ હસી પડતી, તે હસે ત્યારે એકદમ નિર્દોષ લાગતી, તે જવાબ આપતી નહીં. મહેશ દવેનો જન્મ દિવસ હોય, લગ્ન દિવસ હોય કે પછી કેતાનો જન્મ દિવસ તે સવારે અચુક મીઠાઈ અને ગીફટ લઈ ત્યાં પહોંચી જતી.

એક દિવસ ચેમ્બરમાં તે કોઈ કામ માટે આવી તે ફાઈલ ઉપર નોટીંગ ખાસ્સુ હતું, એટલે તે નોટીંગ વાંચી રહ્યા હતા, મહેશ દવેને ખબર ન્હોતી, કે મંજરી તેમને જોઈ રહી છે, તે ધ્યાનથી તેમને જોઈ રહી હતી, દવે જયારે ફાઈલ ઉપર સહી કરી રહ્યા હતા ત્યારે તેણે ફાઈલ પરત લેતા કહ્યુ સર તમે કેમ વહેલા જનમ્યા .. દવે મંજરી સામે જોવા લાગ્યા, તે હસી પડી અને ફાઈલ લઈ ઓફિસની બહાર જતી રહી, મંજરીનો પ્રશ્ન બહુ વિચિત્ર લાગ્યો, પછી તેણે તે દિવસ પછી તે અંગે કોઈ વાત કરી નહીં, તે તેના મુડમાં જ કામ કરતી હતી.

એક સાંજે તે ઓફિસમાં દાખલ થઈ ત્યારે તેનો ચહેરો ઉદાસ હતો, તેણે ઓફિસમાં આવતા પહેલા દરવાજો નોક કર્યો, તે અંદર આવી ચુપચાપ ઉભી રહી, મહેશ દવેું હતું તે તે રોજ પ્રમાણે ચપળ-ચપળ બોલશે ફાઈલ ટેબલ ઉપર મુકશે પણ તેવુ કઈ થયુ નહીં, મહેશ દવેએ ઉપર જોયુ, તો મંજુરી ઉભી હતી, પણ તેની આંખમાં આંસુ હતા, દડદડ આંસુ પડી રહ્યા હતા.મહેશ દવે ઉભા થયા તેમણે તેને બન્ને ખભેથી પકડી ખુરશીમાં બેસાડી, ટેબલ ઉપર ઢાંકીને રાખેલો પાણીનો ગ્લાસ તેના હાથમાં મુકયા તેની બાજુની જ ખુરશીમાં બેસતા કહ્યુ મંજુરી શુ થયુ, કારણ મંજુરી રડી શકે તેવુ તેમણે કયારેય વિચાર્યુ જ ન્હોતુ. તે શાંત થઈ તેણે મહેશ દવેના હાથમાં એક કાગળ મુકયો, દવેએ તેને ઘડી ખોલી વાંચ્યો, તે સ્તબ્ધ થઈ ગયા તેમણે મંજુરી સામે જોયુ, તેણે કહ્યુ સર મારી ગઈકાલે સગાઈ થઈ છે. વિશાલ લંડનમાં રહે છે.

હવે હું પણ લંડન સેટલ્ડ થઈ જઈશ, આ મારૂ રાજીનામુ છે.. મંજરી આમ જતી રહેશે તેવુ કયારેય વિચાર્યુ ન્હોતુ, તે હજી શાંત હતી મહેશ દવે અને મંજરી વચ્ચે કોઈ સંવાદ ન્હોતો. તેની નજર નીચી હતી, તે પોતાની હાથની આંગળીઓને દુપટ્ટો વીટાળી રહી હતી, તે એકદમ અટકી ગઈ તેણે મહેશ દવે સામે જોતા કહ્યુ સર એક વાત કહુ.. દવે પોતાની આંખો વડે તેણે હા પાડી. મંજરીએ ઉંડો શ્વાસ લીધો પહેલા નીચી નજર અને ફરી મહેશ દવેની આંખોમાં જોતા કહ્યુ હવે ભારત પાછી કયારે આવીશ તેની ખબર નથી, પણ હું મારો ભાર સાથે લઈ જવા માગતી નથી, પછી તેણે અત્યંત ધીરેથી મહેશ દવેનો હાથ પકડતા કહ્યુ સર હું તમને પ્રેમ કરૂ છુ અને કરતી રહીશ.. આટલુ બોલી તે ચેમ્બરની બહાર નિકળી ગઈ.

પછી તે થોડા દિવસ ઓફિસ આવી તેની ફેરવેલ પાર્ટી પણ થઈ ત્યારે , પાર્ટીમાં તે મહેશ દવેને ત્રાસી આંખે જોઈ રહી હતી, કદાચ તેને રડવુ હતું પણ તે રડી શકી નહીં, દવે પોતાની પત્ની સ્વાતી અને કેતા સાથે તેના લગ્નમાં પણ ગયા હતા મંજરી ગઈ તે વાતને પંદર વર્ષ થઈ ગયા, પછી મંજરી કયારે પાછી આવી નહીં, છતાં તે મહેશ દવેની જીંદગીમાંથી ગઈ નહીં, તેના ફોન અચુક આવતા, તે બહુ સહજ રીતે વાત કરતી હતી, મોબાઈલ ફોન આવ્યા બાદ તે મોટા ભાગે મોબાઈલ ફોન ઉપર જ વાત કરતી અને વોટસઅપ આવ્યા બાદ, સર જમ્યા.. સર ઓફિસથી નિકળ્યા.. સર અહિયા વરસાદ પડયો છે મને આપણી ઓફિસ સામે મળતા ભજીયા યાદ આવી ગયા વગેરે વગેરે સંવાદ કરતી હતી, તે સ્વાતીને પણ ફોન કરતી હતી, કેતા પણ બે વર્ષ પહેલા લગ્ન કરી સાસરે જતી રહી હતી. મહેશ દવેને સમજાતુ ન્હોતુ કે આજે મંજરીની આટલી બધી વાતો કેમ યાદ આવી રહી હતી..

સોસાયટીમાં દાખલ થતાં મહેશ દવે મંજુરીના તમામ વિચારો ખંખેરી નાખ્યા, કાર પોર્ચમાં પાર્ક કરી તે ઘરમાં દાખલ થયા પણ તે દરવાજામાં જ ઉભા રહી ગયા સ્વાતીની સાથે મંજરી બેઠી હતી, હજી પણ તેવી જ લાગતી હતી, ત્યાં જ મંજરીનું ધ્યાન મહેશ દવે ઉપર પડયુ તે ઉભી થઈ તેના હાથમાં ફુલો હતા, તે ઉભી થઈ મહેશ દવે પાસે આવી, તેણે મહેશ દવેની આંખોમાં જોતા ફુલો આપતા કહ્યુ સર જીદગીની નવી ઈનીંગમાં આપનુ સ્વાગત છે, મહેશ દવેએ ફુલો લેવા માટે હાથ લંબાયો ત્યારે મંજરીની આંગળીઓનો સ્પર્શ થયો, આ પેલો જ સ્પર્શ હતો જયારે મંજરીએ રાજીનામુ આપતી વખતે હાથ પકડી કહ્યુ સર તમને પ્રેમ કરૂ છુ અને કરતી રહીશ. સ્વાતીએ ઉભા થતા કહ્યુ ત્યાં જ વાતો કરશો અંદર તો આવો.

મહેશ દવે કઈ સમજી શકતા ન્હોતા કે મંજુરી કેવી રીતે આવી, સ્વાતીએ વાતનો ફોડ પાડતા કહ્યુ જુઓ મીત્ર આને કહેવાય, તમે રીટાયર્ડ થઈ રહ્યા હતા, તે વાત મંજરીએ બરાબર યાદ રાખી હતી અને તમને સરપ્રાઈઝ આપવા લંડનથી આવી છે. મહેશ દવે મંજરી સામે જોઈ રહ્યા તે મનોમન બબડયા જો તુ સર પ્રાઈઝ આપે તેવી ખબર હોત તો કયારનો રીટાયર્ડ થઈ ગયો હોત, તે રાત્રે મંજરી સ્વાતીની આગ્રહને કારણે રોકાઈ ગઈ, રાતે ત્રણે ખુબ વાતો કરી પણ મહેશ દવે જોઈ શકતા હતા કે મંજરી તેમની આંખોમાં જોઈ કઈ પણ કહ્યા વગર ઘણી બધી વાત કરતી હતી, રાતે મહેશ દવે પથારીમાં આડા પડયા પણ તે હજી મંજરીને સમજી શકયા જ ન્હોતા, કોઈ સ્ત્રી કોઈને મળ્યા વગર પણ પ્રેમ કરી શકે તે તેમને સમજાતુ જ ન્હોતુ. મંજરી બીજા દિવસે ત્યાંથી નિકળી અને અઠવાડીયા પાછી લંડન જવા નિકળી ત્યારે એરપોર્ટ ઉપર મહેશ દવે અને સ્વાતીને ચરણસ્પર્શ કર્યો હતો, જયારે મહેશ દવેના પગની આંગળીઓને મંજરીનો સ્પર્શ થયો ત્યારે તેમનાથી બોલાઈ જવાયુ કાયમ ખુશ રહેજે.. અને થોડીવારમાં તે આકાશની ઉંચાઈ તરફ જઈ રહેલા પોતાના પ્રેમને જોતા રહ્યા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here