બરફ નો ગોળો ખાવાના શોખીન છો તો આ સાંભળીને ક્યારેય નહિ ખાવ બરફનો ગોળો

0
424
Advertisement
Loading...

શું તમે કલ્પના કરી શકો કે તમે જે લારીવાળા પાસેથી બરફ સાથે શરબત ખરીદીને પીવો છો તેમા ઉપયોગમાં લેવાતો બરફ શબગૃહનો હોય?

તમને જણાવી દઈએ કે આ કલ્પના નહીં વાસ્તવિકતા છે. કોલકાતાના ન્યૂ સ્ટ્રીટ એરિયામાં આવેલો લારીવાળો તેવું જ કરતો હતો. સસ્તા ભાવે મળી જતો હોવાથી લારીવાળાઓ અને અનેક દુકાનદારો શબગૃહના બરફનો ઉપયોગ કરતા હતા.

આ બરફ શબને સડતું અટકાવવા માટે વપરાતો હોય છે. કોલકાતાના મેયર અતિન ઘોષે તપાસ અભિયાન ચલાવીને આમ કરનારા લોકો પર તવાઈ બોલાવી છે.

મેયરને ફરિયાદ કરવામાં આવી હતી કે રસ્તા પર શરબત વેચનારાઓ અને ઘણા દુકાનદારો શબગૃહમાં વપરાતી બરફનો ઉપયોગ કરે છે.

તપાસ દરમ્યાન આ બાબત સાચી નિકળતા ઘોષે 10 દુકાનદારો પર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

નગરપાલિકાને મળેલી માહિતી મુજબ અંદાજે 80 દુકાનોમાં આ પ્રકારના બરફનો ઉપયોગ થાય છે.

મેયરના જણાવ્યા પ્રમાણે સામાન્ય બરફ મોંઘો હોવાના કારણે દુકાનદારો શબગૃહનો બરફ સસ્તામાં લઈ આવે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here