રોજ પ્રેમથી યુવતીને લપેટાઈને સૂતો હતો અજગર, કારણ જાણીને યુવતીના ઉડી ગયા હોશ

0
3811
Advertisement
Loading...

સામાન્ય રીતે આપ ણા મગ જમાં અજગરનો વિચાર આવતાની સાથે જ આપણે ધ્રુજવા લાગીએ છીએ. પરંત, આપણી વચ્ચે એવા અમુક લોકો પણ છે જે અજગર સહિતના પ્રાણીઓને પાળે છે. આવા જ એક કિસ્સામાં એક મહિલા સાથે સાપને જોડાયેલી ઘટનાએ ચર્ચા જગાવી છે. જે સાંભળ્યા બાદ આપણને વિચારતા કરી દેશે.

આ અજીબોગરીબ કિસ્સાની વિગત એવી છે કે, એક મહિલા દરરોજ પોતાના પાલતુ પ્રાણી અજગરની સાથે સૂઇ જતી હતી. દરમિયાન સાત ફૂટના આ અજગરે એક દિવસ ખાવા-પીવાનું છોડી દીધું હતું. જેને લઇને ચિંતિત બનેલી મહિલા જ્યારે વેટનરી ડૉકટર પાસે અજગરને લઇને ગઇ ત્યારે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

ડૉકટરે મહિલાને પૂછયું કે, શું તમારો અજગર રોજ તમારી સાથે સૂઇ જાય છે? જેના જવાબમાં મહિલાએ કહ્યું કે, હતું. ડૉકટરે એમ પણ પૂછયું કે, શું અજગર તમને લપેટીને સૂઇ જાય છે કે પછી તમારા સમગ્ર શરીરને સ્ટ્રેચ કરે છે? મહિલાએ આનો જવાબ પણ હામાં આપ્યો હતો. ત્યાર બાદ ડૉકટરે જે કંઇ પણ કહ્યું તે કોઇ પણ પશુ પ્રેમીને ચોંકાવી શકે છે.

કારણ કે ફોડ પાડતા ડૉકટરે કહ્યું કે, અજગરે ખાવા પીવાનું એ માટે છોડી દીધું કારણ કે, તે પોતાના બીજા ભોજનની તૈયારી કરી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, તેનો પાલતૂ જાનવર તેની સાથે એટલા માટે નથી લપેટતો કારણ કે તે તેને પ્રેમ કરે છે.

પરંતુ અજગર તો એટલા માટે તેની સાથે લપેટાતો અને સ્ટ્રેચ કરતો હતો જેથી તે એ જાણી શકે કે, તેની પોતાની લંબાઇ એટલી થઇ છે કે નહીં કે તે છોકરીને પૂરી ગળી જાય. ડૉકટરે વધુમાં કહ્યું કે, અજગર હવે તો પોતાના માલિકને જ ખાવાના પ્લાનિંગમાં છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here