આપણે નોકરી સન્માન,પૈસા,અને શુકુન માટે કરીએ છીએ પરંતુ મોટા ભાગે નોકરીઓ લોકોને પગાર અને ઇંસેટીવ ની સાથે સાથે ખુબ વધારે તણાવ, ઝુંઝલાપણું અને પ્રેશર આપતી હોય છે.
જે નોકરીના ભરોસે માણસ પોતાના જીવન ને જન્નત બનાવવાના સપના જોતો હોય તેજ નોકરી તેના માટે એક બોજ સમાન બની જાતી હોય છે. પ્રાઈવેટ નોકરી કરવા વાળા પોત પોતાના બોસ ના ખુંખાર હોવાનો અલગ અલગ કિસ્સા જણાવતા હશે પણ અમે જે કાઈ પણ તમને કહેવા જઈ રહ્યા છે તે એકદમ અલગજ બાબત છે.જો સજા આપવાનો કોઈ રેકોર્ડ બનવવામાં આવે તો આ સજાને જરૂર ટોપ-10 માં સ્થાન મળે.
ચાઈના માં એક કંપનીએ પોતાના કર્મચારીઓને ટાર્ગેટ પૂરો ના કરી શકવા બદલ સજા આપી હતી. જેમાં તેમણે ટોઇલેટમાં બંધ કરીને જબરજ્સ્તી થી ફ્લશ નું પાણી પીવડાવવામાં આવ્યું. તેની આવી ફોટો ચાઈના થી લઈને ચાંદની ચોક સુધી પહોંચી ગઈ હતી. આવી ગંદી સજા એક પુરુષ અને એક મહિલા કર્મચારી સાથે કરવામાં આવી હતી. વાયરલ ફોટોમાં જોવા મળે છે કે તે ગ્લાસને માં ટોઇલેટ નું પાણી ભરીને પછી પી જાય છે.
આવું કરવા વાળા બોસ સાથે થયું શું?
ચીની વેબસાઈટ Shanghaiist નાં પ્રમાણે બન્ને કર્મચારીઓની તબિયત આ ઘટના બાદ ખરાબ ગઈ હતી. મહિલા કર્મચારીને તો કાઈપણ ખાવામાં પણ તકલીફ પડતી હતી.
ચાઈનીસ બોસની આ હરકત પણ બહાર આવી હતી. પોલીસ સુધી મામલો પહોચી ગયો તો તેમણે અધિકારીને ગિરફ્તાર કરી લીધો હતો. પણ બોસ નું કહેવું છે કે કંપનીને બદનામ કરવા માટે આવી બધી અફવાઓ ફેલાવવામાં આવી છે. હકીકત જે કાઈ પણ હોય પણ આવી સજા સાંભળતાજ જાણે કે સ્તબ્ધ થઈ જવાય છે.