શું તમે ફરસાણ ખાવાના શૌખીન છો આ તસવીરો જોયા પછી જીવનમાં ક્યારેય નહીં ખાવ

0
1147
Advertisement
Loading...

ગેરકાયદે કારખાનું, ગટરનું પાણી અને હલ્કી ગુણવત્તાના તેલથી ફરસાણ, સેવ અને ચિપ્સ બનાવતા લોકોનું ચોંકાવનારો ખુલાસો થયો છે. 30-40 રૂપિયાના ખર્ચે ફરસાણ બનાવી 100-115 રૂપિયે કિલોના ભાવે વેચી રહ્યાં હતા. ફૂડ સેફ્ટી વિભાગે પાડેલી રેડમાં સેમ્પલ લીધા બાદ કારખાનાને સીલ મારી દેવામાં આવ્યું હતું.

કારખાનામાં ફરતા હતા ભૂંડ, મજૂરોના શરીરે ચણાના લોટ ચોંટેલો હતો

આ ઘટના ખંડવાના માતાચૌકના રાજેન્દ્રનગર ખાતે આવેલા ગેરકાયદે કારખાનાની છે. ભાસ્કરની ટીમ પહોંચી તો કારખાનાની બહાર મરચાનો ઢગલો હતો. અંદર બહાર 10-15 ભૂંડ ફરી રહ્યાં હતા. ઠંડીમાં પરસેવે નહાતા મજૂરોના આખા શરીરે ચણાનો લોટ ચોંટેલો હતો. મોટા વાસણમાં પાસેથી વહેતી ગટરના પાણીને ભરી તેનો ઉપયોગ સેવના લોટને તૈયાર કરવા માટે થતો. ચણાનો લોટ, તેલ મટર, મરચું, પ્રતિબંધિત દાળ, પામોલિનથી ફરસાણ અને આલુ ચિપ્સ બનાવવામાં આવતા હતા. મજૂરોએ ભાસ્કરની ટીમને જોતા જ પોતાના શેઠને ફોન કરી બોલાવી લીધા હતા. બે મિનિટમાં જ કારખાનાના સંચાલક દિનેશ સૈની આવી ગયા. 5-7 હજારના નોટ હાથમાં દઈ કીધું કે, મારું આ કામ તો 3 વર્ષથી ચાલે છે. અહીં અધિકારીઓ પણ આવે છે. તમામ જાણે છે કે સેવ-નમકીન કઈ રીતે બને છે. સંચાલક પાસે આ કારખાનાનું લાયસન્સ પણ નથી. કારખાનાના સંચાલકની ગાંધીભવન વિસ્તારમાં ફરસાણની એક દુકાન પણ છે. એક્સપર્ટ્સ પ્રમાણે, આ પ્રકારના હલ્કી ગુણવત્તાવાળા તેલ અને ભેળસેળથી હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે.

ગંદકી વચ્ચે આમ બનતું હતું ફરસાણ

સેવને રંગવા લાલ માટી અને કલર વાપરતા.

મોટા વાસણમાં પાસેથી વહેતી ગટરના પાણીને ભરી તેનો ઉપયોગ સેવના લોટને તૈયાર કરવા માટે થતો.

મોટા પ્રમાણમાં અહીં બનતું ફરસાણ.

બહાર આમ પડ્યા હતા લોટના થેલા.

ગંદકીના માહોલમાં ફરસાણ બનાવતા કર્મચારીઓ.

ગંદા વાસણોમાં બનતું ફરસાણ.

હલ્કી ગુણવત્તાના લોટને આમ ખુલ્લો મુકી દેતા મજૂરો.

ગંદગીમાં પડેલો પૌઆનો ઢગલો.

ઠંડીમાં પરસેવે નહાતા મજૂરોના આખા શરીરે ચણાનો લોટ ચોંટેલો હતો

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here