આટલા રૂપિયાના સિક્કાઓ લઈને બાઈક ખરીદવા પહોંચ્યા ભાઈ-બહેન, જાણ શું થયું પછી

0
260
Advertisement
Loading...

ઉદયપુરમાં હોન્ડાના શોરૂમમાં એક બાળક તેની બહેન માટે સ્કૂટર ખરીદવા માટે આવ્યો હતો. તેના બંને હાથમાં પૈસાની થેલીઓ હતી. આ જોઈને શોરૂમના કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા હતા. વાત એવી છે કે 13 વર્ષીય યશ 62 હજાર રૂપિયાના સિક્કાઓ લઈને તેની બહેન માટે સ્કૂટર ખરીદવા આવ્યો હતો. શોરૂમના મેનેજરે આ જોઈને સ્કૂટર આપવાની ના પાડી હતી પરંતુ યશે તેની કહાણી સંભળાવી ત્યારબાદ તેઓ રાજી થયા હતા.

– આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો યશ તેની બહેન રૂપલ માટે બે વર્ષથી પોકેટ મની જમા કરતો હતો. યશના પતિ લોટ દળવાની ઘંટી ચલાવે છે.

– બંને ભાઈ-બહેનને પોકેટ મનીમાં સિક્કાઓ જ મળતા હતા. જ્યારે 62 હજાર રૂપિયા જમા થઈ ગયા તો તેઓ સ્કૂટર લેવા પહોંચ્યા હતા.

– તેઓ માતા-પિતાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એટલે મામાને સાથે લઈ ગયા હતા.

– પૂરા સ્ટાફે બેસીને અઢી કલાક સુધી સિક્કાઓ ગણ્યા.

– હોન્ડા એડવેન્ટના જનરલ મેનેજરે જણાવ્યું કે, ‘આ અમારા માટે પહેલો એવો મામલો છે જ્યારે કોઈ સિક્કાઓ લઈને સ્કૂટર ખરીદવા માટે આવ્યા હોય. આ પહેલા એકવાર વ્યક્તિ 29 હજાર
રૂપિયાના સિક્કાઓ લઈને આવ્યો હતો. આ પૂરો મામલો ઈમોશનલ હતો એટલા માટે અમે વધારાનો સમય લઈને શોરૂમ ખોલ્યો હતો. આખા સ્ટાફે બેસીને લગભગ અઢી કલાક સુધી સિક્કાઓ ગણ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here