દરોડાની કાર્યવાહી કેમ કરી, હવે લોન ભરપાઇ કરવી સંભવ નથી : નિરવ મોદી

0
190
Advertisement
Loading...

પીએનબી કૌભાંડ મામલે પહેલી વખત આરોપી નીરવ મોદીનું નિવેદન સામે આવ્યું છે. નીરવે સ્થિતિ બગડવા માટે પીએનબીના મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. અને કહ્યું છે કે દરોડાની કાર્યવાહી બાદ તેનો બિઝનેસ અને બ્રાન્ડને ભારે નુકસાન થયું છે. અને હવે લોનની રકમની ભરપાઇ કરવી સંભવન નથી. નીરવ મોદીએ પીએનબી મેનેજમેન્ટને 15-16 ફેબ્રુઆરીએ લખેલા એક પત્રમાં આ વાત જણાવી હતી. નીરવની દલીલ છે કે મારી પત્ની અને મામા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા.

દેશના બેકિંગ ઇતિહાસના સૌથી મોટા બેંક કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી અબજોની ચોરી બાદ હવે સીનાજોરી પર ઉતરી આવ્યો છે. કૌભાંડ પર પહેલી વખત નીરવ મોદીનું નિવેદન સામે આવ્યું છે. નીરવ મોદીએ કૌભાંડ સાર્વજનીક થયા બાદ પંજાબ નેશનલ બેંકને એક પત્ર લખ્યો હતો. સમાચાર એજન્સીએ પોતાના અહેવાલમાં પત્ર લખ્યાની વાત જણાવી છે. જેમાં નીરવે કહ્યું છે કે પંજાબ નેશનલ બેંક દ્વારા ઘટનાને સાર્વજનીક કરી દેતા હવે વાત બગડી ગઇ છે. અને બેંકએ પોતાના લેણાની વસુલાત માટેના તમામ માર્ગો બંધ કરી દીધા છે. નીરવનું કહેવું છે કે તેની કંપનીઓને બેંક દ્વારા અપાયેલી લોનની રકમ બેંક દ્વારા જણાવવામાં આવતી રકમ કરતા ઘણી ઓછી છે.

પીએનબી મેનેજમેન્ટને નીરવ મોદીએ 15-16 ફેબ્રુઆરીએ એક પત્ર લખ્યો હતો. જેમાં નીરવ મોદીએ કહ્યું છે કે તેમની કંપનીઓ પર બેંક લોનની રકમ 5000 કરોડ રૂપિયા કરતા ઓછી છે. ખોટી રીતે જણાવાયેલી લોનની રકમના કારણે મીડિયામાં હંગામો મચી ગયો. અને પરિણામ સ્વરૂપે તાત્કાલીક રીતે શોધખોળનું કામ શરૂ થઇ ગયું. તેની કંપનીઓનું સંચાલન બંધ થઇ ગયું. જેનાથી અમારા ગ્રુપની બેંકોનું દેવુ ચૂકવવાની અમારી ક્ષમતા ખતરામાં મુકાઇ ગઇ. 13 ફેબ્રુઆરીએ મારા દ્વારા કરવામાં આવેલી ઓફર છતાં લોનની રકમ તાત્કાલીક મેળવવાની ઉતાવળમાં કરવામાં આવેલી કાર્યવાહીએ મારી બ્રાન્ડ અને કારોબારને તબાહ કરી દીધો. જેથી લોનની વસુલાતની તમારી ક્ષમતા સિમિત થઇ ગઇ છે.

આ પહેલા નીરવ મોદીએ 13 ફેબ્રુઆરી પણ પીએનબી મેનેજમેન્ટને પત્ર લખ્યો હતો. જેમાં તેણે લોનની રકમ ચુકવવા માટે છ મહિનોનો સમય માગ્યો હતો. નીરવ મોદી અને તેનો પરિવાર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ દેશ છોડીને નાસી ગયો છે. ત્યારે આ કૌભાંડ ઉજાગર થયા બાદ સીબીઆઇ, ઇડી સહિતની સરકારી એજન્સીઓએ નીરવ મોદી અને મેહુલ ચોકસીની સંપત્તિને ટાંચમાં લઇ લીધી છે. અને તેના શોરૂમમાં વેચાણ કાર્ય બંધ કરાવી દીધુ છે.( જી.એન.એસ.)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here