દેશમાં થઇ રહેલા બળાત્કાર જેવી ભયાનક ઘટનાઓ ક્યારે અટકશે : સુપ્રીમ કોર્ટે

0
85
Advertisement
Loading...

સુપ્રીમ કોર્ટે બિહાર અને ઉત્તર પ્રદેશના શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે રેપ અને યૌન શોષણના મામલાઓને અત્યંત ગંભીર ગણાવતા ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આ પ્રકારની ભયાનક ઘટનાઓ ક્યારે અટકશે. અનાથાલયમાં રેપ મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મદન બી લોકુર, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે કહ્યું કે, યુપીના પ્રતાપગઢમાં તાજેતરમાં બનેલી ઘટના બની અને ૨૬ મહિલાઓ શેલ્ટર હોમમાંથી ગાયબ થઇ ગઇ. તાજેતરમાં જ આપણે જોયું કે અનેક મહિલાઓ સાથે યુપી અને બિહારમાં રેપ થયા છે. આ બધું શું થઇ રહ્યું છે? ક્યારે આ ઘટનાઓ અટકશે? જસ્ટિસ લોકુરે કહ્યું કે બિહારના મુઝફ્ફરપુર અને યુપીના દેવરિયામાં ઘટનાઓ બની છે. આ શેલ્ટર હોમ્સને એનજીએ ચલાવી રહ્યા હતાં. આ બધું ક્યારે અટકશે?

સુપ્રીમ કોર્ટમાં સલાહકાર અપર્ણા ભટ્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે ચાઇલ્ડ કેર ઇન્સ્ટટ્યિૂશનની યાદી રજૂ કરવી જોઇએ. સાથે જ સોશિયલ ઓડિટ પણ રજૂ કરવું જોઇએ. અમે ત્યાં સુધી કંઇ પણ નહીં કરી શકું જયાં સુધી કેન્દ્ર સરકારના વકીલ હાજર નહીં થાય. અદાલતે સવાલ કર્યો કે કેન્દ્ર સરકારના વકીલ કેમ હાજર નથી થયા. બાદમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયના વકીલ આ કેસમાં હાજર થયા.

સુપ્રીમ કહ્યું કે અલગ-અલગ મંત્રાલય માટે અલગ-અલગ વકીલની જરૂર નથી. માત્ર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વકીલની જરૂર છે. કોર્ટ સલાહકારે કહ્યું કે કોર્ટના આદેશ અનુસાર એનસીપીસીઆર તમામ ચાઇલ્ડ કેર ઇન્સ્ટટ્યિૂટનું સોશિયલ ઓડિટ કરાવી રહ્યું છે પરંતુ અનેક રાજ્યો સહયોગ નથી કરી રહ્યાં. એ જણાવવું જરૂરી છે કે બિહાર અને યુપી સરકાર તેમાં તેમને સહયોગ આપી રહી નથી.

બેન્ચે કહ્યું કે શું એનસીપીસીઆરએ દેવરિયા અને પ્રતાપગઢમાં સર્વે કર્યો છે. એનસીપીસીઆરના વકીલે કોર્ટને જણાવ્યું કે કમિશનને બિહાર, યુપી, એમપી, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમનું સોશિયલ ઓડિટ કરવા દીધું નથી. કોર્ટ સલાહકારે કહ્યું કે કંઇક તો છૂપાવવાનો ઇરાદો દેખાઇ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને કહ્યું કે તે રાજ્યો પાસેશી ડેટા લઇને રજૂ કરે કે ફંડનો ઉપયોગ કઇ રીતે થઇ રહ્યો છે. ઓડિટ કઇ રીતે થઇ રહ્યું છે. અદાલતે સુનાવણી ૨૧ ઓગસ્ટ માટે ટાળી દીધી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here