ભાજપની મહિલા નેતાને શિવસેનાના નેતા સાથે બંધાયા સંબંધ જાણો પછી શું થયું

0
292
Advertisement
Loading...

ગત ૨૧ જૂન 2015ના રોજ ગાંધીધામમાં ભાજપની મહિલા નેતા તરુણા ચતુરાણીના ઘરમાં જ વડોદરા શિવસેનાના ઉપપ્રમુખ એવા મંજીત રાજકુમાર જ્ઞાનચંદાણીની છરીના ઉપરા-ઉપરી ઘા મારી હત્યા કરાઈ હતી. આ હત્યા તરુણા ચતુરાણીના પતિ રાજેશ ચતુરાણીએ કરી હતી.

મનજિતે તરૂણાને ફોન કરી રાજેશ સાથે છુટાછેડા લઈ પોતાની સાથે લગ્ન કરવાની વાત કરી હતી, તે વખતે તરૂણાએ પોતાની મોબાઈલ ફોન પોતાના પતિ રાજેશને આપતા રાજેશ અને મનજિત વચ્ચે વાત થઈ હતી. જેમાં રાજેશે પોતે મનજિતને ગાંધીધામ બોલાવ્યો હતો.

મનજિત જ્ઞાનચંદાણી અને ગાંધીધામના તરુણા ચતુરાણી વચ્ચે આડા સંબંધ હોવાથી આ યુવાન વર્ષ 2015ના બનાવના દિવસે વડોદરાથી ગાંધીધામ આવ્યો હતો. આ યુવાન અહીં આવ્યા બાદ રાજેશ ચતુરાણીએ તેને પતાવી નાખતાં યુવાનના બેન સુનિતાબેન જ્ઞાનચંદાણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તરૂણા મનજિત કરતા લગભગ 15 વર્ષ મોટી છે. મનજિતની ઉમંર 28 વર્ષની હતી જયારે તરૂણા 43 વર્ષની છે. પોલીસ સામે તરૂણાએ આપેલા નિવેદન પ્રમાણે મનજિતની હત્યા લગભગ સાડા સાત વાગે થઈ હતી, અચાનક થયેલી બુમાબુમ સાંભળી તરૂણા બહાર આવતા રાજેશ તેની છરીઓ મારી રહ્યો હતો. તરૂણાનું આ નિવેદન કેટલુ સાચુ છે, તે હાલના તબક્કે પોલીસ નક્કી કરી શકતી નથી.

આ હત્યા પ્રકરણમાં જે તે વખતે તો અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. એમા પણ ભાજપી મહિલા અગ્રણીના આડા સંબંધના મુદે હત્યા થતા પક્ષ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયો હતો. જે તે વખતે તરુણા ચતુરાણીએ પુરાવાનો નાશ કર્યો છે કે નહી તેની પણ તપાસ થઈ હતી. શિવસેનાએ તરુણા ચતુરાણી સામે પણ ગુનો નોંધવા એસપી કચેરીએ લેખીતમાં માંગ પણ કરી હતી. જેથી ભાજપે તરુણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધી હતી.

આ અંગે તરુણાએ જ પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ આવી ત્યારે હત્યારો રાજેશ ભાગી ગયો હતો. ત્યાર બાદ મૃતક મંજીતની બહેને રાજેશ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા.

ભાગી ગયેલા રાજેશને પોલીસે પકડી પાડયો હતો. આરોપી વિરુધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં ફરિયાદ પક્ષે ૨૪ સાહેદો તપાસવામાં આવ્યા હતા. તેમજ ૪૨ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

તો બીજીબાજુ આરોપીએ પોતાના સ્વબચાવમાં હત્યા કરી હોવાની દલીલ કરી હતી. તેના પગલે પોર્ટ દ્વારા આરોપીઓ ઈરાદો હત્યા કરવાનો ન હોવાનુ માની આઈપીસી ૩૦૪ પાર્ટ ૨ પ્રમાણે આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો તથા મૃતકના માતાને વળતર આપવવા સરકાર તરફથી થયેલી દલીલના અનુસંધાને એક લાખનો દંડ પણ કરાયો હતો.

આ તમામ દલીલો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ વિરાટ એ. બુદ્ધાએ આરોપી એવા રાજેશ ચતુરાણીને 304 (2)ની કલમ તળે તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 1 લાખનો દંડ તથા જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કુમારી હિતૈષી પી. ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here