આપણે ભારતમાં જ રાફેલ એરક્રાફ્ટ બનાવી શક્યા હોત

0
86
Advertisement
Loading...

રાફેલ યુદ્ધવિમાન ડીલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે વધુ એક વખત કેન્દ્રની મોદી સરકારને આડેહાથ લીધી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જોરદાર પ્રહાર કર્યો હતો અને આ વખતે તેમના નિશાના પર રક્ષા મંત્રી નિર્મલા સિતારમન હતા. કોંગ્રેસ અધ્યક્ષે રક્ષા મંત્રી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, ‘સિતારમને રાજીનામું આપી દેવું જોઈએ.’

આ શાબ્દિક પ્રહાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પીએસયુ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (ઁછન્)ના પૂર્વ વડા ટીએસ રાજુએ એક અખબારને જણાવ્યું હતું કે જો સરકારે ફ્રાન્સની કંપની દાસ્સોલ્ટ સાથે મૂળ વાટાઘાટ યોગ્ય રીતે પાર પાડી હોત તો એચએએલ ઘરઆંગણે જ યુદ્ધ વિમાનનું નિર્માણ કરી શકી હોત.

‘જો જાહેર એકમ ૨૫ ટન વજનનું સુખોઈ-૩૦નું નિર્માણ કરી શકે છે અને એ પણ કાચા માલના તબક્કાથી તો રાફેલ વિમાન બનાવવાનું પણ શક્ય બની શક્યું હોત.’ ઉલ્લેખનીય છે કે એચએએલના પૂર્વ વડા રાજુ ૧લી સપ્ટેમ્બરના નિવૃત થયા છે. રાહુલ ગાંધીએ અખબારના અહેવાલને ટાંકીને ટ્વીટ કર્યું હતું અને જણાવ્યું હતું કે, ‘રાફેલ મંત્રી જેઓ ભ્રષ્ટાચારને દબાવવા પ્રયાસ કરી રહ્યા છે તેમના જૂઠ્ઠાણાનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. એચએએલના પૂર્વ વડા ટીએસ રાજૂએ તેમના અસત્યને પકડી પાડયું છે. પૂર્વ પ્રમુખના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાફેલ ઉત્પાદનની સ્થાનિક ક્ષમતા ના હોવાની વાત જૂઠ્ઠાણું છે અને તેમનું વલણ અસમર્થનીય છે જેથી તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here