ગઠબંધન માટે અમે બે-ચાર પગલાં પાછળ હટવા તૈયાર : અખિલેશ યાદવ

0
56
Advertisement
Loading...

ગઠબંધનની માયાવતીની શરત પર સમાજવાદી પાર્ટીના નેતા પરેશાન છે. માયાવતીએ કહ્યું છે કે, સન્માનજનક સીટો મળશે તો જ ગઠબંધન થશે. જો આમ ના થયું તો બીએસપી એકલી ચૂંટણી લડશે. પરંતુ અખિલેશ યાદવ દરેક મંચ પરથી એમ જ કહી રહ્યા છે કે, ગઠબંધન જ યુપીમાં ભાજપને રોકી શકે છે. ભલે તેના માટે તેમને બે-ચાર પગલાં પાછળ હટવું પડે.

ગઠબંધન માટે યુપીના પુર્વ સીએમ અખિલેશે કોંગ્રેસને પહેલ કરવા કહ્યું છે, કેમ-કે તે એક રાષ્ટ્રીય પાર્ટી છે. તેમણે કોંગ્રેસને મોટુ દિલ રાખવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી ઉમેદવાર કઈ મુદ્દો નથી, ચૂંટણી પરિણામો આવ્યા બાદ તે નક્કી કરી શકાય છે.

તેમણે કહ્યું છે કે, આ ચૂંટણીમાં સ્થાનિક પાર્ટીઓની મોટી ભુમિકા હશે, કેમ-કે તે જ ભાજપનો મુકાબલો કરી શકે છે. તેમણે ચૂંટણી પણ બેલેટ પેપરથી કરાવવાની માંગણી કરી હતી કેમ-કે ઈવીએમ મશીનની વિશ્વસનીયતા ઉપર હવે સવાલો ઉભા થયા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here