62 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કરશે વિજય માલ્યા? જુઓ તસવીરોમાં

0
1493
Advertisement
Loading...

બેંકોને અંદાજે 9000 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડીને ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યા હાલમાં લંડનમાં રહે છે. તેના પર મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ આ વખતે તે કોઈ અન્ય કારણે ચર્ચામાં છે. ચર્ચા એવી છે કે માલ્યા લંડનમાં લગ્ન કરવા જઈ રહ્યો છે.

આ તેના ત્રીજા લગ્ન હશે. ખાસ વાત એ છે કે જે યુવતી સાથે તે લગ્ન કરવા જઈ રહ્યો છે તેની સાથે 2016માં તે ભાગી હતી. જોકે તેના લગ્નની સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ મીડિયા અહેવાલ અનુસાર તે ટૂંકમાં જ લગ્ન કરશે.

રસપ્રદ બાબત એ છે કે જે મહિલા સાથે વિજય માલ્યા લગ્ન કરશે તે પિંકી લાલવાની છે. આ તે જ પિંકી છે જે માલ્યા સાથે દરેક પરિસ્થીતિમાં ઉભી રહે છે. આ ઉપરાંત બંને ભારત છોડીને એક સાતે 2 માર્ચ 2016ના રોજ લંડન ફરાર થયાં હતાં. એક અહેવાલ અનુસાર બંનેએ સાથે મળીને તાજેતરમાં જ પોતાની ત્રીજી એનિવર્સરીનું સેલિબ્રેશન કર્યુ હતું.

પિંકી લાલવાનીએ વિજય માલ્યાની ચડતી-પડતીમાં સાથે આપ્યો છે. તેવામાં માલ્યા પર લંડનમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન પણ તેની સાથે જોવા મળી હતી. મિડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે. માલ્યા સાથે પિંકી 2011થી છે.

માલ્યાએ પિંકીને એક સમયે પોતાની કિંગફિશર રલાઇન્સમાં ફ્લાઇટ અટેન્ડન્ટની નોકરી આપી હતી. પછીથી તેમની વચ્ચે મિત્રતા થઇ હતી. લાલવાની કિંગફિશરની એરહોસ્ટેસ પણ રહી ચુકી છે. કિંગફિશરની એડમાં પણ તે જોવા મળી છે.

કહેવામાં આવી રહ્યું છે કે તે માલ્યા સાથે નિયમિતરૂપે ટ્રાવેલ કરે છે. એક બ્લોગમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે લગ્ન કર્યા નથી પરંતુ તેઓ લિવ-ઇનમાં સાથે રહે છે.

આટલા વર્ષો બાદ પણ માલ્યા અને પિંકીની દોસ્તી જળવાઈ રહી છે. બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે માલ્યા જ્યારે પણ ભારતની બહાર રહેતો હતો ત્યારે તે મોટાભાગે લંડનમાં રહેતો હતો અને તે સમયે પિંકી તેની સાથે રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે માલ્યાએ પહેલા લગ્ન સમીરા તૈયબજી સાથે કર્યા હતા તે પછી તેણે રેખા માલ્યા સાથે બીજા લગ્ન કર્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here