ભારત સાથે બેઠક કરવા પાકિસ્તાને માગી અમેરિકાની મદદ

0
51
Advertisement
Loading...

ભારત સાથે શાંતિ મંત્રણા કરવા માટે પાકિસ્તાને અમેરિકાને મદદ કરવાની અપીલ કરી છે. અમેરિકાની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે બેઠક કરાવવા માટે અમેરિકાને પોતાની ભૂમિકા અદા કરવા ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, બન્ને દેશ વચ્ચે બેઠક કરવામાં નહીં આવે તો તણાવ વધી શકે છે. બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બંધ છે.

પાકિસ્તાન સરહદ પર ધ્યાન રાખીને બેઠુ છે. જોકે પાકિસ્તાનની ભલામણનો અમેરિકાએ અસ્વિકાર કર્યો છે. કુરેશીએ કહ્યું કે, અમેરિકા મધ્યસ્થી નહીં કરે તો એશિયાઈ દેશોમાં તણાવ વધી શકે છે. કુરેશીએ ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને કથિત ગણાવી હતી. ભારતમાં સર્જિકલ સ્ટ્રાઈકનો મુદો ચૂંટણી નજીક આવતા ઉઠાવવામાં આવી રહ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈકનો મુદો ચૂંટણીલક્ષી છે. ભારત સાથે પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકાર વાતચીત કરવા તૈયાર છે પરંતુ ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર નથી.

મળતી માહિતી અનુસાર કુરૈશીએ અમેરિકી કોંગ્રેસ દ્વારા આપવામાં આવતા નાણાથી ચાલતી ટોચની થિંક ટેન્ક યુએસ ઇન્સ્ટિટયૂટ ઓફ પીસમાં એક સવાલના જવાબમાં કહ્યું કે, જ્યારે અમે અમેરિકા સાથે વાતચીતમાં ભૂમિકા નિભાવવા માટે કહ્યું તો અમે શા માટે કહ્યુંય માત્ર એટલા માટે કે અમારી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બંધ છે. અમે સરહદની પશ્ચિમ તરફ ધ્યાન વધારવા માગીએ છીએ, આગળ વધવા માગીએ છીએ જે અમે કરી શકતા નથી કારણ કે અમારે ભારત સાથેની સરહદ પર વળીને જોવુ પડે છે. આ કોઇ સારી સ્થિતિ નથી. તેમણે કહ્યું કે શું અમેરિકા મદદ કરી શકે છે. તમનો જવાબ ના હતો. તેઓ દ્વિપક્ષીય સંવાદ ઇચ્છે છે પરંતુ કોઇ દ્વિપક્ષીય ગતિવિધિ નથી. તેમણે ચેતવ્યા કે તેનાથી બન્ને દક્ષિણ એશિયન દેશો વચ્ચે તણાવ વધી શકે છે. પાકિસ્તાની વિદેશ મંત્રીએ ભારતીય નેતાઓની ટિપ્પણીઓનો હવાલો આપતા કહ્યું કે, આ રીતે વાતચીત બંધ થવાથી તણાવ વધે છે અને ત્યાંથી તાજેતરમાં આવેલા કેટલાક નિવેદનો વધારે મદદગાર નથી. તથાકથિત સર્જીકલ સ્ટ્રાઇક અને આ પ્રકારની વાતોનો કોઇ અર્થ નથી. આ રાજનીતિ છે. ત્યાં ચૂંટણી થવાની છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here