ટ્રિપલ તલાક સંશોધન બિલને કેબિનેટની મંજૂરી મેજિસ્ટ્રેટ ઇચ્છે તો આપી શકશે જામીન

0
69
Advertisement
Loading...

મોદી સરકારે ટ્રિપલ તલાક બિલ સંબંધિત સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. આ અપરાધને સંશોધન બાદ પણ જામીનપાત્ર નથી માનવામાં આવ્યો. એટલે કે હજુ પણ બિનજામીનપાત્ર ગુનો જ છે, પરંતુ હવે મેજિસ્ટ્રેટને એવો અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ આરીપોને જામીન આપી શકે છે. આ ઉપરાંત પત્ની તથા તેની બ્લડ રિલેશન ધરાવતા સંબંધીઓને એફઆઇઆર નોંધાવવાનો અધિકાર હશે.

આ પહેલા એનસીપી નેતા માજિદ મેમણે કહ્યું કે જો ટ્રિપલ તલાકને જામીનપાત્ર અપરાધ માનવામાં આવે છે તો તેનાથી કેટલાકને રાહત થશે. જો ટ્રિપલ તલાક આપવાના દોષી પતિને જેલ મોકલી દેવામાં આવશે તો પીડિત મહિલાનું શું થશે? તેને મેન્ટેનન્સ કોણ આપશે? ટ્રિપલ તલાક બિલમાં વધુ ફેરફાર કરવાની જરૂર છે. જ્યારે બિલ રાજ્યસભામાં આવશે ત્યારે હું મારો પક્ષ રજૂ કરીશ.

ટ્રિપલ તલાક સંશોધન અમેન્ડમેન્ટને સરકારની મંજૂરી મળ્યા પહેલા સિનિયર વકીલ અને રાજ્યસભા સાંસદ કેટીએસ તુલસીએ કહ્યું કે ટ્રિપલ તલાક જામીનપાત્ર ગુનો પણ ન હોવો જોઇએ. હું તેની વિરૂદ્ઘ છું. પર્સનલ લોમાં પનીશમેન્ટની જોગવાઇ ન હોવી જોઇએ. એવું થાય તો દુરૂપયોગ થવાની શક્યતા વધી જાય છે. સંશોધન અમેન્ડમેન્ટને સરકારે મંજૂરી આપ્યા પહેલા કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ટ્રિપલ તલાકને જો જામીનપાત્ર ગુનો માનવામાં આવે છે તો તેના એક પક્ષમાં સુધારો થશે. તે ભલામણ સકારાત્મક છે. આ સરકાર તરફથી એક સારૂં પગલું છે પરંતુ તે આંશિક છે. કોંગ્રેસનો વિરોધ ટ્રિપલ તલાકને અપરાધિક કરવાથી છે.

ઉલ્લેખનીય છે કે ટ્રિપલ તલાક બિલને પહેલા બિનજામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો હતો. જેમાં દોષી પુરવાર થતા ત્રણ વર્ષની જેલ ઉપરાંત દંડ આપવાની જોગવાઇ હતી. કાયદા મુજબ એક વારમાં ત્રણ તલાક કે તલાક એ બિદ્દત પર લાગુ થશે અને તે પીડિતાને પોતાના તથા સગીરવયના બાળકો માટે ભરણપોષમ ભથ્થુ માંગવા માટે મેજિસ્ટ્રેટ પાસે અરજ કરવાની શક્તિ આપવામાં આવી.

આ કાયદા હેઠળ પીડિત મહિલા મેજિસ્ટ્રેટ પાસે સગીર બાળકોને સંરક્ષણનો પણ અનુરોધ કરી શકે છે અને મેજિસ્ટ્રેટ આ મુદ્દે અંતિમ નિર્ણય લેશે. ડ્રાફ્ટ કાયદા મુજબ કોઇ પણ પ્રકારે ત્રણ તલાક (બોલીને, લખીને કે ઇમેલ, એસએમએસ અને વોટ્સએપ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી) ગેરકાયદેસર રહેશે. ડ્રાફ્ટ કાયદા મુજબ એક વારમાં ત્રણ તલાક ગેરકાયદેસર અને શૂન્ય હશે અન એવું કરનારા પતિને ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે. તે બિનજામીનપાત્ર અને પોલીસ અધિકાર હેઠળનો અપરાધ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here