મુખ્ય ચૂંટણી અધિકારી માટે ‘વાસ્તુશાસ્ત્ર’ પ્રમાણેના “ટોઇલેટ” એ પણ પંદર લાખના ખર્ચે…!?

0
116
Advertisement
Loading...

મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભયાનના નામે દેશભરમાં ટોઇલેટ બનાવવાનું અભિયાન જોર શોરથી ચાલ્યું એમાં સાચા-ખોટા લાખો ટોઇલેટ બન્યાના આંકડા મીડિયામાં વહેતા થયા પરંતું ગુજરાતના પાટનગરમાં આવેલા નવા સચિવાલયમાં નવા નિમાયેલા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીમાં વાસ્તુશાસ્ત્ર મુજબનું ટોઇલેટ બનાવવા આખી ઓફિસનું રીનોવેશન થઈ રહ્યું છે અને એ પણ પંદર લાખ રૂપિયાના ખર્ચે…!?

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી નવા સચિવાલયમાં બ્લોક નંબર ૭ના બીજા માળે આવેલી છે. જે હાલ રિનોવેટ થઈ છે. આ ચેમ્બરમાં પહેલા પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સ્વાઈન બેસતા હતા. અને રાજ્યના ચૂંટણી તંત્રને ધમધમતું રાખતા હતા. પરંતુ તાજેતરમાં જ તેઓની દિલ્હી કેડરમાં બઢતી સાથે બદલી થઈ જતા તેમના સ્થાને ડો. એસ મુરલીકૃષ્ણન ને મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે સરકારે નિયુક્ત કર્યા છે.

જો કે સરળ સ્વભાવના લાગતા આ અધિકારી વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખતા હોવાના કારણે તેઓએ નિષ્ણાંતોની સલાહ મુજબ તેમની ઓફિસને રિનોવેટ કરવા માટે ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ સરકાર માંથી તાત્કાલિક મંજૂર કરાવાયો હોવાથી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ કોન્ટ્રાક્ટરને પણ આ ઓફિસ પંદર દિવસની અંદર જ રિનોવેટ કરી દેવાની ખાસ સુચના પણ આ અધિકારીએ આપી હોવાના અહેવાલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એક એવી પણ માહિતી મળી છે કે કેટલાય સમયથી આ ઓફિસમાં બેસતા પૂર્વ આઇ.એ.એસ અધિકારીઓ ને આ ઓફિસમાં કોઈ અગવડ પડી નથી. અને હમણાં જ તાજેતરમાં દિલ્હી કેડરમાં ગયેલા અધિકારી બીબી સ્વાઈન પણ આજ ઓફિસમાં બેસતા હતા. પરંતુ નવનિયુક્ત આ અધિકારી એ આ ઓફિસમાં તોડફોડ કરાવી એટલે કે રિનોવેશન કરવાના આદેશ કર્યા છે ત્યારે નવી બની રહેલ આ ઓફિસમાં તેમનો એન્ટી રૂમ અને ટોઇલેટ-બાથરૂમની દિશા અને મુખ્ય પ્રવેશ દ્વાર જ ચેન્જ કરવા ની સૂચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે.

બાકી તેમની બેઠક વ્યવસ્થા તો જેમ ની તેમ જ રહેશે. કદાચ તેની દિશા જ બદલાઈ શકે છે. જોકે વાસ્તુશાસ્ત્ર મુજબ ટોઇલેટ-બાથરૂમની દિશા બદલવાની હોઇ આખી ઑફિસમાં નવું ફર્નિચર, કલર કામ વાયરિંગ, અને અન્ય ડેકોરેશન પણ ફરજીયાત બદલવા પડશે જેને કારણે સરકારના ૧૫ લાખ રૂપિયાનો બીન જરૂરી ખર્ચ સરકાર માંથી મંજૂર કરાવી પંદરથી વીસ દિવસમાં પોતાની ચેમ્બર નું રીનોવેશન કરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપી તે મુદ્દે અન્ય સનદી અધિકારીઓમાં પણ આ એક નવી ચર્ચાને એરણે ચડી છે. અને મનાઈ રહ્યું છે કે આવનાર દિવસોમાં આ જ અધિકારીનું અનુકરણ બીજા અધિકારીઓ કરે તો નહીં નવાઈ નહીં.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here