ફોન પર અવાજ ના આવવો પણ માનવામાં આવશે કોલ ડ્રોપ : થશે ૫ લાખનો દંડ

0
97
Advertisement
Loading...

જો તમે પણ વારંવાર ફોનના કટ થવા પર અથવા અવાજ ના આવવા અથવા અટકાઇને અવાજ આવવાથી પરેશાન છો તમારા માટે મોટા સમાચાર છે. એને લઇને સરકારે ટેલિકોમ કંપનીઓ વિરુદ્ધ કડક પગલા ભર્યા છે. ટ્રાઇએ કહ્યું છે કે જો ફોન પર વાત કરતી વખતે અવાજ અટકાઇને આવે છે અથવા અવાજ આવતો નથી તો એને પણ કોલ ડ્રોપ માનવામાં આવશે અને દોષિત ગણાતી ટેલિકોમ કંપનીઓ પર ૫ લાખનો દંડ પણ લાગી શકે છે. કોલ ડ્રોપને લઇને નવી નિયમની શરૃઆત ૧ ઓક્ટોબર ૨૦૧૮થી શરૃ થશે.

કોલ ડ્રોપની નવી પરિભાષા નક્કી કરતી વખતે ટ્રાઇએ કહ્યું કે જો વાત કરતાં કરતાં ફોનનું કપાવવું જ કોલ ડ્રોપ માનવામાં આવશે નહીં પરંતુ વાતચીત દરમિયાન અવાજનું ના આવવું અથવા અટકાઇને આવવું પણ નબળું નેટવર્કના દાયરામાં આવશે અને એને પણ કોલ ડ્રોપ માનવામાં આવશે.

વાસ્તવમાં સૂત્રોનું માનીએ તો ટેલિકોમ કંપનીઓ ઘણા વખત નેટવર્કનો હવાલો આપીને કોલ ડ્રોપમાંથી ઓબ્જેક્ટો પ્રાપ્ત કરે છે, પરંતુ ટ્રાઇ હવે એવું કરવા દેશે નહીં. ફોન પર વાત કરતાં દરમિયાન આવનારી કોઇ પણ સમસ્યાને હવે કોલ ડ્રોપ માનવામાં આવશે. ત્યારબાદ દરેક દિવસના કોલ ડ્રોપનો હિસાબ હશે અને મહિનામાં ૨ ટકાથી વધારે કોલ ડ્રોપ થવા પર ટેલીકોમ કંપનીઓ પર ૫ લાખ રૃપિયાથી વધારેનો દંડ ફટકારવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા પણ ટ્રાઇએ કહ્યું હતું કે દૂરસંચાર કંપનીઓ એક મહિનાની અંદર કોલડ્રોપ, બિલ, નેટવર્ક સહિત વિભિન્ન સ્તરની સમસ્યા પર કરવામાં આવેલી ફરિયાદોને પૂર્ણ કરવી પડશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here