વીઆઇપી-જજો માટે ટોલ પ્લાઝા પર અલગ લેન હોવી જોઇએ : મદ્રાસ હાઇકોર્ટ

0
80
Advertisement
Loading...

મદ્રાસ હાઇકોર્ટે બુધવારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)ને એક કડક સંદેશ આપતા કહ્યું છે કે તેણે પોતાના તમામ ટોલ પ્લાઝા પર વીઆઇપી અને વર્તમાન જજો માટે એક અલગથી એક્સક્લૂસિવ લેન બનાવવી નહીંતર કોર્ટની અવમાનની કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઇએ.

આ મામલે સુનાવણી કરતાં જસ્ટિસ હુલુવાડી જી રમેશ અને જસ્ટિસ એમવી મુરલીધરનની ડિવિઝન બેન્ચે કહ્યું કે, આ વીઆઇપી અને જજો માટે અત્યંત શરમની વાત છે કે ટોલ પ્લાઝા પર રાહ જૂએ અને પોતાનો ઓળખપત્ર દેખાડે.

કોર્ટે આ મામલે એનએચઆઇને તેના તમામ ટોલ પ્લાઝા લાગુ કરવાનો આદેશ આપતા કહ્યું છે કે જો તેને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવશે. હાઇકોર્ટ બેન્ચે કેન્દ્ર અને એનએચઆઇને કહ્યું કે તેઓ મામલે પરિપત્ર બહાર પાડે. જજે કહ્યું કે, એક પરિપત્ર દરેક ટોલ કલેક્ટર માટે જારી કરી શકાય છે જેમાં તેમને એ પ્રકારની વીઆઇપી લેન તૈયાર કરવા માટે કહેવામાં આવે. કોર્ટે કહ્યું કે આ ટોલ કલેક્ટરની જવાબદારી હશે તે આ લેનથી વીઆઇપી અને જજ સિવાય કોઇ અન્યને પસાર ન થવા દે અને જે પણ આ નિયમનું ઉલ્લંઘન કરે ટોલ કલેક્ટર તેના વિરૂદ્ઘ કડક હાથે કામ લે. .

કોર્ટે કહ્યું કે અલગ લેન ન હોવાથી દરેક ટોલ પ્લાઝા પર સિટિંગ જજ અને વીઆઇપી લોકો બિનજરૂરી શર્મિંદગીનો સામનો કરવો પડે છે. કોર્ટે કહ્યું કે આ અત્યંત દુર્ભાગ્યપૂણ૪ છે કે ટોલ પ્લાઝા પર સિટિંજ જજને ૧૦થી ૧૫ મિનિટ સુધી રાહ જોવી પડે છે. આ વાતને ના તો કેન્દ્ર સરકાર અને ના તો એનએચએઆઇ ગંભીરતાથી લઇ રહી છે. લાર્સન એન્ડ ટુબ્રો કૃષ્ણાગિરી વલાજપેટ ટોલવે લિમિટેડ સહિત અનેક અરજીઓ પર સુનાવણી કરતાં બેન્ચે આ નિર્દેશ આપ્યો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here