સેક્સવર્કરની સેવાનો લાભ લેનારને દંડ કરવાની કાયદામાં જોગવાઇ નથી : હાઇકોર્ટ

0
229
Advertisement
Loading...

ભારતમાં વેશ્યુવૃતિ ગૂનો છે અને આ વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિને દંડ કરે છે પણ કર્ણાટકાની હાઇકોર્ટે તાજેતરમાં આપેલા એક કેસનાં ચુકાદામાં નોંધ્યુ કે, જે વ્યક્તિ સેક્સવર્કરની સેવાનો લાભ લે છે તેને દંડ કરવાની કાયદામાં કોઇ જોગવાઇ નથી. ન્યાયાધીશ કે.એન. ફનિન્દ્રએ પોલીસે નોંધેલા એક કેસને રદ કરતા આ વાત નોંધી હતી.

કર્ણાટકા પોલીસે એ હોટેલ પર રેડ પાડી અને હોટેલના રૃમમાંથી એક વ્યક્તિને સેક્સવર્કર સાથે સેક્સ કરતા ઝડપી પાડયો હતો અને તેની સામે ગૂનો નોંધી તેને જેલમાં ધકેલ્યો હતો. આ વ્યક્તિ હાલ જામીન પર મુક્ત છે અને તેમણે પોલીસની આ કાર્યવાહી સામે હાઇકોર્ટમાં કેસ પિટીશન કરી હતી.

આ કેસનો ચુકાદો આપતા કર્ણાટકા હાઇકોર્ટે નોંધ્યુ કે, કાયદામાં એવી કોઇ જોગવાઇ નથી કે, સેક્સવર્કના ગ્રાહકને દંડ કરો. આથી, તેની સામે કોઇ કેસ બનતો નથી. આ વ્યક્તિ કર્ણાટકનાં બેંગલુરુમાં આવેલી એક હોટેસમાં સેક્સવર્કરનો ગ્રાહક હતો. આ વ્યક્તિ સામે પોલીસે ઇન્ડિયન પીનલ કોડની ૩૭૦ની કલમ અને ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવન્શન) એક્ટની કલમ ૩,૪,૫ અને ૭ હેઠળ ગૂનો નોંધવામાં આવ્યો હતો. ૧૯૫૬માં ઘડાયેલા આ કાયદોનો હેતુ શારીરિક શોષણ અને દેહવ્યાપારને અટકાવવાનો હતો. જો કે, ન્યાયાધીશ કે.એન. ફનિન્દ્રએ નોંધ્યુ કે, “ગ્રાહકો જ વેશ્યાવૃતિને પ્રોત્સાહન આપે છે. આ કોર્ટ એવુ માને છે કે, ગ્રાહકો જ વેશ્યાવૃતિને પ્રોત્સાહન આપે છે અને પૈસાના જોરે પીડિતનું શોષણ કરે છે પણ કાયદામાં ગ્રાહકને દંડની કોઇ જોગવાઇ નથી એટલા માટે આ ગ્રાહક સામે ખટલો ચલાવી શકાય નહીં.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here