ભાજપ સરકાર-અંગ્રેજ સરકારમાં કોઇ ફરક નથી: રાહુલ ગાંધી

0
51
Advertisement
Loading...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતા રોકવામાં આવતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, વિશ્વ અહિંસા દિવસ પર ભાજપે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. શાંતિપૂર્વક રીતે દિલ્હી આવી રહેલા ખેડૂતોની બર્બરતા પૂર્વક પિટાઈ કરી છે.

હવે ખેડૂતો દેશની રાજધાની આવીને પોતાનું દુઃખ પણ સરકારને જણાવી શકતા નથી.દિલ્હીમાં ખેડૂતોની રેલીને પ્રવેશ ન આપવામાં આવતા કોંગ્રેસે ભાજપ સરકારની સરખામણી અંગ્રેજ દમન સાથે કરી છે. કોંગ્રેસે કહ્યુ કે, મોદી સરકાર અને અંગ્રેજ સરકારમાં કોઈ ભેદ નથી. મોદી સરકાર ખેડૂતોનો આવાજ સાંભળવાના બદલે ખેડૂતો પર લાઠીચાર્જ કરી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here