૧૧૩૦૨ કરોડ રૂપિયાનું કોઈ દાવેદાર નહિ..!!

0
154
There is no claimant of 11302 crores.
Advertisement
Loading...

રિઝર્વ બેન્ક દ્રારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર દેશની ૬૪ બેન્કોમાં ૩ કરોડથી વધારે અકાઉન્ટસમાં જમા ૧૧૩૦૨ કરોડ રૂપિયાના કોઈ દાવેદાર નથી. આ રકમમાં સૌથી વધારે સ્ટેટ બેન્કમાં ૧૨૬૨ કરોડ છે યારે પંજાબ નેશનલ બેન્કમાં ૧૨૫૦ કરોડ અને અન્ય સરકારી બેન્કોમાં કુલ મળીને ૭૦૪૦ કરોડ રૂપિયા એવા છે જેમના કોઈ દાવેદાર નથી.
આઈઆઈએમ બેંગ્લોરમાં ફોર્મર આરબીઆઈ ચેર પ્રોફેસર ચરણ સિંહે કહ્યું કે, આમાં વધારે પડતી રકમ એવા અકાઉન્ટ હોલ્ડર્સની છે જેમનું મૃત્યુ થઈ ગયું છે અથવા જેમની પાસે અનેક બેન્કોમાં અકાઉન્ટ છે. બેંકિંગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯ના સેકશન ૨૬ અનુસાર દરેક કેલેન્ડર યર સમા થાય તેના ૩૦ દિવસમાં ભારતની દરેક બેન્કે પોતાના આવા અકાઉન્ટસની જાણકારી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને આપવાની હોય છે, જેનો ઉપયોગ પાછલા ૧૦ વર્ષમાં કરવામાં ન આવ્યો હોય.

બેંકિંગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯ના સેકશન ૨૬ અનુસાર, જો ૧૦ વર્ષ પચી પણ રકમ જમા કરનાર વ્યકિત આ રકમ પર દાવો કરે છે તો બેન્કિંગ કંપની આ રકમ પાછી આપવા માટે બંધાયેલી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ૭ પ્રાઈવેટ બેન્કો એકિસસ, ડીસીબી, ઈંઉઋઈ, ઈંઈઈંઈઈં, ઈંક્ષમીતઈંક્ષમ, કોટક મહિન્દ્રા અને યસ બેન્ક પાસે આવી કુલ ૮૨૪ કરોડ પિયા રકમ જમા છે, જેનો કોઈ દાવેદાર નથી. ૧૨ અન્ય પ્રાઈવેટ બેન્કો પાસે ૫૯૨ કરોડ પિયા જમા છે. આ પ્રકારે પ્રાઈવેટ બેન્કોમાં ૧૪૧૬ કરોડ પિયાના કોઈ દાવેદાર નથી.

પ્રાઈવેટ બેન્કોમાં સૌથી આઈસીઆઈસીઆઈ વધારે પાસે ૪૭૬ કરોડ અને કોટક મહિન્દ્રા બેન્ક પાસે ૧૫૧ કરોડ પિયા રકમના કોઈ દાવેદાર નથી. જો કે ૨૫ વિદેશી બેન્કો પાસે જમા આવી રકમ માત્ર ૩૩૨ કરોડ પિયા છે, જેમાં સૌથી વધારે ૧૦૫ કરોડ પિયા એચએસબીસી બેન્ક પાસે છે

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here