દેશની ખાનગી યુનિવર્સિટીઓમાં ૮૦ હજાર શિક્ષકો છે બોગસ

0
78
Demo Pics
Advertisement
Loading...

દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના માપદંડ નક્કી કરનાર સર્વોચ્ચ સંસ્થા યુજીસીએ જાણ્યું છે કે રાજ્ય સ્તરની અને ખાનગી યુનિવર્સિટીઓમાં ૮૦ હજાર શિક્ષકો માત્ર કાગળ પર કામ કરી રહ્યાં છે. આ બોગસ શિક્ષકો બનાવટી આધાર પૂર્ણ સમયના શિક્ષકો તરીકે કામ કરી રહ્યાં છે.

યુનિવર્સિટીઓની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મેળવનારા આ પ્રતિનિધિ શિક્ષકોને બરતરફ કરવા માટે રાજ્યોને સ્પષ્ટ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. આ માહિતી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રો. ધીરેન્દ્ર પાલ સિંહે અત્રે આપી હતી. તેઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પશુચિકિત્સા વિજ્ઞાનઅને વિવિ અને ગૌ અનુસંધાન સંસ્થાના આઠમાં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.

એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે એ સાચુ છે કે જે પ્રકારે અત્યાર સુધી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સંસ્થાઓમાં બોગસ શિક્ષકોની ભરતીની ફરિયાદો મળતી રહી છે તે જ પ્રકારને ઉચ્ચ શિક્ષણમાં પણ અખિલ ભારતીય ઉચ્ચતર શિક્ષણ સર્વેક્ષણ ૨૦૧૬-૧૭માં ૮૦ હજાર કરતાં વધારે પ્રોક્સી ટીચર્સની માહિતી સામે આવી છે. તેમણે જણાવ્યું કે તેનાથી મુક્તિ માટે રાજ્યોને એક વિશેષ નિર્દેશ જારી કરી તેમના આધાર કાર્ડ વગેરે નક્કર ઓળખ પત્રોના આધારે તેમની ઓળખ કરી સિસ્ટમમાંથી બહાર કરવા કહેવામાં આવ્યું છે. તેમના આ જવાબની પુષ્ટિ રાજ્યપાલ રામ નાઇકે પણ મીડિયા સાથેની વાતચીતમાં કરી હતી. તેમણે માન્યું કે એવું જોવા મળ્યું છે કે નીચલી કક્ષાઓની જેમ જ હવે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ મોટી સંખ્યામાં શિક્ષકો ખોટી પદ્ઘતિ અપનાવી નોકરી પ્રાપ્ત કરી રહ્યાં છે. પરંતુ હવે સરકાર તે તમામ લોકો વિરૂદ્ઘ કડક પગલા ભરવા જઇ રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here