પત્ની નજીક નથી આવવા દેતી,બીજા સાથે ચેટિંગ કરે છે : પતિએ માંગ્યા ડિવોર્સ

0
115
Advertisement
Loading...

વોટ્‌સએપ પર પત્નીની બીજા લોકો સાથેની ચેટિંગ વાંચીને એક વ્યક્તિએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. દિલ્હીમાં રહેતા વ્યક્તિએ વોટ્‌સએપ પર પત્નીએ કરેલી ચેટને આધાર બનાવીને પત્નીના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા છે. વ્યક્તિની અરજી પર પ્રિન્સિપલ જજ એ.કે. સરપાલે તેની પત્નીને નોટિસ ફટકારી છે. મહિલા કોર્ટમાં હાજર થઇ હતી અને તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

કોર્ટે હાલમાં બંન્ને પક્ષોને સમાધાન માટેના એક પ્રયાસ સ્વરૂપે કાઉન્સિલિંગ સેલ મોકલ્યા છે. ડિવોર્સની અરજીમાં વ્યક્તિએ પત્ની અને તેના પરિવારજનો પર ક્રૂરતાનો પણ આરોપ લગાવ્યો છે. વકીલ મનીષ ભદૌરિયા મારફતે દાખલ કરવામાં આવેલી અરજીમાં વ્યક્તિએ કહ્યું કે, તેમના લગ્ન ગયા વર્ષે સાત મેના રોજ થયા હતા. તે ભાગીરથી વિહારનો નિવાસી છે.

અરજીકર્તાના મતે, લગ્ન બાદથી જ તેમના વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી. પત્ની તેનાથી દૂર રહેતી હતી. તેને નજીક આવવા દેતી નહોતી. આરોપ છે કે પત્ની પગાર આવતા જ લઇ લેતી હતી અને પરિવારના બાકીના સભ્યો પર ખર્ચ કરવા દેતી નહોતી. પતિનો આરોપ છે કે પત્ની શારિરીક સંબંધ બનાવવાનો પણ ઇનકાર કરતી હતી અને મોડી રાત સુધી વોટ્‌સએપ પર ચેટિંગ કરતી રહેતી હતી.

પતિના મતે, એક દિવસે તેણે પત્નીના મોબાઇલમાં વોટ્‌સએપ ચેટિંગ વાંચી લીધી હતી. એમાં જાણવા મળ્યું કે તે અનેક યુવકો સાથે અશ્લિલ વાતચીત કરતી હતી. અશ્લિલ ફોટો અને વીડિયો શેર કરતી રહેતી હતી. આરોપો સાથે જોડાયેલી હાર્ડડિસ્ક પણ અરજીકર્તાએ કોર્ટને સોંપી હતી.

અરજીમાં વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેણે બાદમાં તમામ જાણકારી તેના સાસુ-સસરાને જણાવી હતી પરંતુ તેમણે તેમની દિકરીને સમજાવવાને બદલે તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વકીલના મતે વ્યક્તિએ જ્યારે તેની પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી તો તેની સામે પણ કેસ કરી દેવામાં આવ્યો હતો.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here