સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સમલૈંગિકતા હવે ગુનો નહીં ગણાય

0
112
Advertisement
Loading...

ભારતમાં બે પુખ્ત લોકો વચ્ચે સમલૈગિંક સંબંધ હવે ગુનો નહીં ગણાય. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે બે પુખ્ત વ્યક્તિ વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સમલૈગિંક સંબંધને અપરાધ માનવાની કલમ 377 રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કલમ 377ને મનમાની ગણાવીને વ્યક્તિગત પસંદગીને સન્માન બનાવવાની વાત કરી છે.

‘કોઈપણ વ્યક્તિ તેના વ્યક્તિત્વથી બચી શકે નહીં. લોકોએ દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવી જોઈએ. હું જેવો છું તેવા જ રૂપમાં મારો સ્વીકાર કરવો જોઈએ’ તેમ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે આ પહેલા આ મામલે પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. જોકે પછી સરકારે કહ્યું હતું કે બે વયસ્ક લોકો પોતાની મરજીથી બનાવેલા સંબંધોને અપરાધની શ્રેણીમાં બનાવી રાખવા કે ના રાખવાનો નિર્ણય તે કોર્ટના વિવેક પર છોડે છે. કેન્દ્રેએ કહ્યું હતું કે આ કલમ અંતર્ગત નાબાલિગ અને જાનવરો સાથે અપ્રાકૃતિક યૌન સંબંધોને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને તેને આમ જ યથાવત્ રાખવા જોઈએ.

સુનાવણી દરમિયાન કલમ 377ને રદ કરવાના સંકેત આપતા સંવિધાન પીઠમાં સામેલ જસ્ટિસ આરએફ નરીમને પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે જો કોઈ કાનૂન મુળ અધિકારોની વિરુદ્ધમાં છે તો અમે તેની રાહ ન જોઈએ કે બહુમતની સરકાર તેને રદ કરે. અમે જેવા જ આશ્વત થઈ જશું કે આ મુળ અધિકારોની વિરુદ્ધ છે તો અમે જાતે નિર્ણય કરીશું, સરકાર પણ છોડીશું નહીં.

આઈપીસીની કલમ 377માં અપ્રાકૃતિક યૌન અપરાધનો ઉલ્લેખ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે પણ પ્રકૃતિની વ્યવસ્થાની ઉલટ જઈને કોઈ પુરુષ, મહિલા કે પ્રાણી સાથે સેક્સ કરે તો તેને ઉંમર કેદ અથવા દસ વર્ષની સજા અને દંડ પણ થઈ શકે છે.

નાઝ ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છીક સંસ્થાએ કલમ 377નો મુદ્દો ઉઠાવી 2001માં દિલ્હી હાઇકોર્ટમાં કેસ કર્યો હતો જેણે બે પુખ્ત વયની વ્યક્તિઓ વચ્ચેના સમલૈંગિકતા સબંધોને અપરાધની શ્રેણીમાંથી રદ કર્યો હતો. કોર્ટે એ કલમને ગેરકાયદે ગણાવી હતી.2009ના હાઇકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે 2013માં ઉલ્ટાવી નાંખ્યો હતો અને રિવ્યુ પીટીશનને ફગાવી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here