ગુજરાતમાં ફ્લોપ સાબીત થયેલી સેમેસ્ટર સિસ્ટમ થશે બંધ…!!

0
109
The semester system will be closed in Gujarat
Advertisement
Loading...

(જી.એન.એસ) ગાંધીનગર, ગુજરાતના શિક્ષણમાં સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરી માત્ર સાત વર્ષના ગાળામાં આ પદ્ધતિ નિષ્ફળ પૂરવાર થતાં ગુજરાત સરકારે તાજેતરમાં શાળાઓમાં દાખલ કરેલી સેમેસ્ટર સિસ્ટમ રદ કર્યા બાદ હવે કોલેજોમાં પણ આ સિસ્ટમ રદ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતના વર્ષો જૂના ઢાંચાને આધુનિકતા અને સરળતાનું નામ આપી સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવા માટેના મુખ્ય ભેજાબાજ તે સમયના શિક્ષણ સચિવ હસમુખ અઢિયા અને તે સમયના શિક્ષણ કમિશનર જ્યંતિ રવિ રહ્યાં હતાં. આ બન્ને અધિકારીઓના ભેજાની ઉપજથી શરૂ થયેલી સેમેસ્ટર પદ્ધતિ ગુજરાતમાં ફ્લોપ પૂરવાર થઇ છે. તેમાંથી હસમુખ અઢિયા હાલ કેન્દ્રના નાણા સચિવપદે છે અને દેશના અર્થતંત્રમાં ય્જી્‌ લાગુ કરવામાં પણ અઢિયાની મુખ્ય ભૂમિકા રહી છે.

ગુજરાતમાં વર્ષોથી એક સરખો શિક્ષણનો ઢાંચો ચાલી રહ્યો હતો, ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ તમામ સ્તરે કરવામાં આવેલા સુધારાને ધ્યાનમાં રાખીને શિક્ષણમાં પણ સુધારા કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં એપ્રિલ, ૨૦૦૮થી ૨૦૧૩ સુધી ગુજરાતના શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે રહી ચૂકેલા હસમુખ અઢિયા અને તે સમયના શિક્ષણ કમિશનર જ્યંતિ રવિએ સાથે મળીને રાજ્યના વિદ્યાર્થીઓની વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરીને ધોરણ ૧૧-૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરી હતી. આ સિસ્ટમના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સરળતાના બદલે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી પર અસરો થવા લાગી હતી. રાજ્યના શિક્ષણ વિભાગે ૨૦૧૦માં કોલેજોમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કર્યા બાદ ૨૦૧૧માં શાળાઓમાં પણ સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરી દીધી હતી.

ગુજરાતમાં ૨૦૧૪ પછી નરેન્દ્ર મોદીની સરકારના બદલે આનંદીબેન પટેલની સરકાર આવી હતી. આનંદીબેન પટેલ પોતે વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા હોવાથી તેમના ધ્યાને પણ સેમેસ્ટર પદ્ધતિ સફળ ન થતી હોવા અંગેની ફરિયાદો આવી હતી. તેથી આનંદીબેને પણ આ સિસ્ટમ અંગેનો અભ્યાસ શરૂ કરાવ્યો હતો. તે પછી ગુજરાતમાં સેમેસ્ટર પદ્ધતિ સામે જોરદાર વિરોધનું વાતાવરણ વાલી વિદ્યાર્થીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા ઉભું થયું હતું. જેને સરકારે ગંભીરતાથી લઇને ફેરવિચારણા શરૂ કરતાં અંતે ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આવ્યા બાદ સૌપ્રથમ ધોરણ ૧૧ અને ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે પછી હવે કોલેજોમાં પણ સેમેસ્ટર પદ્ધતિ દૂર કરવા અથવા તો તેમાં સુધારા કરવા માટેની દિશામાં શિક્ષણ વિભાગે કામગીરી હાથ ધરી છે.

સેમેસ્ટર સિસ્ટમ અંગે ફેરવિચારણા કરવા ગત વર્ષે રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી હતી. જેટલા શૈક્ષણિક સંઘો, શાળા સંચાલકો, આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા. સમિતિએ પોતાનો અહેવાલ સરકારને સોંપી દીધો હતો. સેમેસ્ટર સિસ્ટમના કારણે રાજ્યના સરેરાશ પરિણામો અત્યંત નીચા ગયા હોવાની અને સેમેસ્ટર સિસ્ટમથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરીક્ષાકાર્યમાં જ વ્યસ્ત રહેતા હોવાના કારણે અન્ય ક્ષેત્રો પ્રભાવિત થતા હોવાની, શિક્ષણકાર્ય પૂર્ણ ન થતું હોવાની, ચાર પરીક્ષાઓના બોજ તળે વિદ્યાર્થીઓનો વિકાસ રુંધાવાની સમસ્યાઓ સમિતિ સમક્ષ બહાર આવી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here