નોટબંધી કેન્દ્રનું ભયાનક પગલું, સેંકડોના જીવ ગયા : શિવસેના

0
67
Advertisement
Loading...

શિવસેનાએ આરબીઆઇના એક રિપોર્ટને ધ્યાનમાં રાખતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોટબંધી દ્વારા દેશને આર્થિક અરાજકતામાં નાખવા માટે કેવો પ્રાયશ્ચિત કરશે. વાસ્તવમાં આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચલણથી બહાર કરાયેલ ૯૯.૩ ટકા નોટો બેન્કિંગ પ્રણાલીમાં પરત ફરી ગઇ છે. શિવસેનાએ કહ્યું કે નોટબંધીએ અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન પહોંચાડ્યું, ઉદ્યોગો પ્રભાવિત થયા, આઝાદી બાદથી પહેલ વખત રૂપિયો સૌથી નીચલા સ્તરે આવી ગયો અને સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા પરંતુ આજે પણ દેશના શાસકો વિકાસની શેખી મારી રહ્યાં છે.

પાર્ટીના મુખપત્ર સામનામાં આજે એક સંપાદકીયમાં કહેવામાં આવ્યું કે નોટબંધીએ દેશને આર્થિક અરાજકતામાં નાખી દીધો, પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને આપવામાં આવેલા વચનોને લઇને કેવો પ્રાયશ્ચિત કરશે? નોટબંધીની કવાયત લોકપ્રિયતા હાંસલ કરવા માટે કરવામાં આવી. ઉદ્ઘવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટી નવેમ્બર ૨૦૧૬માં ગોવામાં આપવામાં આવેલા મોદીના ભાષણનો ઉલ્લેખ કરી રહી હતી જ્યાં વડાપ્રધાને લોકોને ૫૦ દિવસ સુધી તેમને સહયોગ આપવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે જો તેમના ઇરાદા ખોટા સાબિત થયા તો તેઓ દેશ દ્વારા આપવામાં આવનાર કોઇ પણ સજા ભોગવવા માટે તૈયાર છે.

શિવસેનાએ કહ્યું કે નોટબંધીએ દેશ માટે સમસ્યાઓ ઉભી કરી. પાર્ટીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને લગતા નિર્ણયો ઉતાવળમાં લેવા ન જોઇએ. નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થાને ચોપટ કરી દીધી જેના પર રિઝર્વ બેન્કે પણ મહોર મારી દીધી. પાર્ટીએ કહ્યું કે મોદીએ કહ્યું હતું કે નોટબંધીનો અર્થ ભ્રષ્ટાચાર, કાળુ નાણુ અને નકલી નોટોને હંમેશા માટે ખતમ કરવાનો છે. જોકે છેલ્લા બે વર્ષમાં આ ત્રણેય બાબતોમાં વધારો થયો. એ દાવા પણ ખોખલા સાબિત થયા કે નોટબંધીથી કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ખતમ થઇ જશે અને ઘાટીમાં શાંતિની સ્થાપના થશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here