દેશમાં પુરૂષોના લગ્નની કાયદેસર ઉંમર ૧૮ વર્ષ હોવી જોઇએ : કાયદા પંચ

0
76
Advertisement
Loading...

વિધિ આયોગે રજૂઆત કરી છે કે મહિલા અને પુરુષો માટે લગ્ન કરવાની ઉંમર સમાન હોવી જોઈએ. હકીકતમાં અલગ અલગ કાયદા હેઠળ મહિલા અને પુરુષો માટે લગ્ન કરવાની ઉંમર ક્રમશઃ ૧૮ વર્ષ અને ૨૧ વર્ષ છે. પરિવાર કાયદામાં સુધારા પર પોતાના પત્રમાં આયોગે જણાવ્યું કે, જો ૧૮ વર્ષ બાદ કોઈ વ્યક્તિને પાતોની સરકારની પસંદગી કરવાનો અધિકાર હોય તો તેને ચોક્સ રૃપો પોતાનો જીવનસોથી પસંદ કરવા માટે પણ સક્ષમ સમજવો જોઈએ. ૧૮ વર્ષની ઉંમરને લગ્ન કરવા માટેની કાનૂની ઉંમર તરીકે માન્યતા મળવી જોઈએ

પત્રમાં જણાવવામાં આવ્યું હતુ કે, પતિ અને પત્ની બન્નેની ઉંમરમાં અંતરનો કોઈ કાયદાકીય આધાર નથી. કારણકે લગ્ન કરી રહેલા બન્ને વ્યક્તિઓ બધી રીતે બરાબર છે અને તેમને તેમની બરાબરી વાળા લોકો સાથે જ ભાગીદારી હોવી જોઈએ. આયોગે એ વાત પણ શેર કરી કે મહિલા પુરુષના લગ્નની ઉંમરમાં ફરક રાખવો એ એક એવી વાતને પીઠબળ આપવા જોવી વાત છે કે પત્ની પતિ કરતા ઉંમરમાં નાની જ હોવી જોઈએ. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ સમયે સમાન નાગરિક સંહિતાની ન તો જરૃરિત છે અને ન ઇચ્છિત. આયોગે વિવાહ, તલાક, ભરણપોષણના કાયદા તથા મહિલાઓ અને પુરુષોના લગ્ન યોગ્ય ઉંમરના બદલાવ માટે મત આપ્યો છે.

પરામર્શપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સમાન નાગરિક સંહિતાનો મુદ્દો વ્યાપક છે અને તેના સંભવીત પરિણામો ભારતમાં પારખવામાં આવ્યા નથી. માટે બે વર્ષોમાં કરવામાં આવેલી વિસ્તૃત શોધ અને તમામ ચર્ચાઓ બાદ આમા સુધારા માટે ભલામણ કરી છે. આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ બી એસ ચૌહાને કહ્યંં હતુ કે, સમાન સંહિતા કરવા કરતા આયોગ પર્સનલ લૉમાં બદલાવ કરવો જોઈએ. હવે આ ૨૨માં વિધિ આયોગ પર નિર્ભર કરે છે કે તે આ વિવાદિત મુદ્દા પર અંતિમ રિપોર્ટ લઈને આવે. હાવમાં જ આ મુદ્દા પર ધણી ચર્ચાઓ કરવામાં આવી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here