રાજીવના હત્યારાની દયાની અરજી રાજ્યપાલ હાથ ધરે : સુપ્રીમ કોર્ટે

0
87
Advertisement
Loading...

સુપ્રીમ કોર્ટે તમિળનાડુ સરકારને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં સંડોવાયેલા એ. જી. પેરારીવલનની દયા અરજી સંદર્ભે ધ્યાન આપવા તાકીદ કરી છે.

જસ્ટિસ રંજન ગોગોઈ, નવીન સિંહા અને કે. એમ. જોસેફની બનેલી ખંડપીઠે કેન્દ્ર સરકારની તામિલનાડુ સરકારની રાજીવ ગાંધીના હત્યારાને મુક્ત કરવા અંગેની અરજીના વિરોધની અરજી ફગાવી દીધી હતી.

કેન્દ્ર સરકારે ૧૦ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટને કરેલી વિરોધ અરજીમાં રાજીવ ગાંધી હત્યા કેસમાં સંડોવાયેલા સાત ગુનેગારોને મુક્ત કરવાના તમિળનાડુ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વિદેશી આતંકવાદી સંગઠનની મદદથી દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની નિર્દયી હત્યા કરનારાને મુક્ત કરી શકાય નહીં, કેન્દ્ર સરકારે તેનાથી દેશમાં ગુનાખોરીનું પ્રમાણ વધવાની આશંકા વ્યક્ત કરી હતી.

૨૦ ઓગસ્ટના રોજ ૪૭ વર્ષના પેરારીવલને સુપ્રીમ કોર્ટને દયામાફીની કરેલી અરજીમાં જણાવ્યું હતું કે પાછલા બે વર્ષથી તમિળનાડુ સરકારને તેણે કરેલી દયામાફીની અરજી સંદર્ભે કોઈ કાર્યવાહી તમિળનાડુ સરકાર તરફથી કરવામાં આવી નથી. પેરારીવલન પર રાજીવ ગાંધીની હત્યામાં મહિલા આત્મઘાતી હુમલાખોરે પહેરેલા બોમ્બના ૯ વોલ્ટની બેટરી સપ્લાય કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે ૨૧ મે, ૧૯૯૧ના રોજ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી શ્રીપેરુમ્બુદુર ખાતે જંગી રેલીને ચૂંટણીલક્ષી સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે આત્મઘાતી મહિલાએ સ્ટેજ પાસે જ રાજીવ ગાંધીને પગે લાગવા આગળ આવી આત્મઘાતી હુમલો કર્યો હતો. બોમ્બ વિસ્ફોટમાં મહિલા, પૂર્વ વડા પ્રધાન સહિત ૧૪ લોકોનાં મોત થયા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here