અગ્નિ-5 બૈલેસ્ટિક મિસાઈલનું પાંચમું સફળ ઉડાણ પરીક્ષણ

0
215
Advertisement
Loading...

(PIB- Ahmedabad) જમીન થી જમીન પર લાંબા અંતરનો પ્રહાર કરવા માટેનાં બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ – 5નું આજે પાંચમું સફળ પરીક્ષણ ઉડાણ કરવામાં આવ્યું. પરીક્ષણ ઉડાન 9 ને 53 મિનિટે ઓડિશાનાં ડૉ. અબ્દુલ કલામ આઇલેન્ડથી કરવામાં આવ્યું હતુ. મિસાઇલનું આ પાંચમું પરીક્ષણ હતુ. પાંચેય અભિયાન સફળ રહ્યાં છે.

લોન્ચ પ્રક્ષેપણનું નેતૃત્વ અગ્નિ-5ના પરિયોજના નિદેશક શ્રી જી રામાગુરુ અને અગ્નિના કાર્યક્રમ નિદેશક શ્રી એમ. આર. એમ બાબૂએ કર્યું. રક્ષામંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર અને પ્રક્ષેપાસ્ત્ર તેમજ વ્યૂહાત્મક પ્રણાલિઓના મહાનિદેશક ડૉ. જી સતીષ રેડ્ડીએ લોન્ચનું અવલોકન કર્યું. રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠનની એએસએલ, ડીઆરડીએલ, આઈટીઆર, આરસીઆઈ અને ટીબીઆરએલ પ્રયોગશાળાઓના નિદેશકોએ સંપૂર્ણ લોન્ચ ઓપરેશનની સમીક્ષા કરી. આ અવસર પર સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારી પણ ઉપસ્થિત હતા. ડીઆરડીઓના અધ્યક્ષ તેમજ ડીડીઆર એન્ડ ડીના સચિવ ડૉ. એસ ક્રિસ્ટોફરે અગ્નિ-5 ટીમને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે અગ્નિ-5ના સતત પાંચમાં સફળ પરિક્ષણ ઉડાણથી દેશની રક્ષા ક્ષમતામાં વૃદ્ધિ થશે.

રક્ષામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ચેન્નાઈમાં રક્ષા ઉદ્યોગ વિકાસ સમાગમનું ઉદઘાટન કરીને અગ્નિ-5ના સફળ પરીક્ષણ ઉડાણ પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે આ સફળતા માટે ડીઆરડીઓને શુભેચ્છા પાઠવી. તેમણે મિસાઈલના નિર્માણમાં ઘરેલૂ પ્રોદ્યૌગિકીનો ઉપયોગ કરવા બદલ ભારતીય ઉદ્યોગોની પ્રશંસા કરી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here