પાક.ને બર્બાદ થતો બચાવવા માટે ખેડૂતે સેક્સી સની લિયોનીનું પોસ્ટર લગાવ્યું!

0
207
The farmer posted a sexy Sunny Leone poster to save the crops
Advertisement
Loading...

(GNS) નેલ્લોર, આંધ્રપ્રદેશના એક ખેડૂતે પોતાના પાકને ખરાબ નજરથી બચાવા માટે અનોખી સૂઝ અપનાવી છે. ખેડૂતે પોતાના ખેતરમાં બિકની પહેરેલી સની લિયોનીનું એક પોસ્ટર લગાવ્યું છે. આ પોસ્ટર આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતનો દાવો છે કે આ પોસ્ટરને લગાવ્યા બાદથી તેમના પાકમાં ઘણો સુધારો આવ્યો છે.

આ કિસ્સો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનો છે. અહીં બાંદાકિંદિપલ્લી ગામના ખેડૂત એ.ચેંચુ રેડ્ડીએ આ યુક્તિ અપનાવી છે. તેમણે પાકને બર્બાદ થતો બચાવા માટે બિકિની પહેરેલ સની લિયોનીના બે પોસ્ટર ખેતરના બંને છેડે લગાવ્યા છે. આ પોસ્ટર પર તેલુગુમાં લખેલું છે, ‘મારાથી ઇર્ષા ના કરતાં’.

પોતાની આ વિચાર અંગે રેડ્ડી કહે છે કે સની લિયોનીને લોકો પ્રેમ કરે છે. એવામાં લોકો પાકને નહીં પરંતુ સની લિયોનીને જુએ છે. આથી મારા પાકને ખરાબ નજરથી બચાવાય છે. તેનો ફાયદો મળી રહ્યો છે. પાક સારો થયો છે.

ગામની પાસે રસ્તાના કિનારા પર રેડ્ડીની ૧૦ એકર જમીન છે. રેડ્ડી અહીં શાકભાજી ઉગાડે છે. કેટલાંય વર્ષોથી તેમનો પાક ખરાબ થઇ રહ્યો હતો. રેડ્ડી કહે છેકે મના લાગે છે કે રસ્તાના છેડે ખેતર હોવાથી દરેક આવતા-જતા લોકોની નજર પાક પર પડે છે. કેટલીક ખરાબ નજરના લીધે જ પાક બર્બાદ થયો છે.

પાકને ખરાબ નજરથી બચાવા માટે રેડ્ડીએ કેટલાંય ટોટકા અજમાવ્યા, પરંતુ ફાયદો થયો નહીં. આ બધાની વચ્ચે તેમના એક મિત્રે સની લિયોનીનું પોસ્ટર લગાવાની સલાહ આપી. રેડ્ડી કહે છે કે તે સની લિયોનીના ફેન નથી પરંતુ મિત્રના મંતવ્ય પર અમલ કર્યો અને રિઝલ્ટથી તેઓ છક થઇ ગયા. રેડ્ડી કહે છે કે હવે દરેક લોકો સની લિયોનીને જોવા માટે આવે છે. મારા પાક પર લોકોની નજર પડતી નથી. હવે મારો પાક સારો થઇ રહ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here