આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી : નિર્મલા સીતારમણ

0
115
Advertisement
Loading...

મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થવા પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં જાહેર કરવામાં આવેલી સીઝફાયર પર સીતારમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે સેના સાથે વાતચીત કર્યા બાદ જ રમજાન માસ દરમિયાન શસ્ત્ર વિરામની નીતિ લાગુ કરી છે.

સાથે જ તેઓએ કહ્યું કે અમે ફેંસલાનું સન્માન કરીએ છીએ પરંતુ આર્મી પાસે હજુ જવાબી કાર્યવાહીનો વિકલ્પ છે, જો અમને ઉકસાવવામાં આવશે તો અમે જરૂર જવાબ આપીશું.

પાકિસ્તાન અંગે વાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે, “વિદેશ મંત્રાલય પહેલાં જ કહી ચુક્યું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી. આ જ અમારી સરકારનું વલણ રહ્યું છે.”

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here