ગંગા માટે ૧૪૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ સ્વામી સાનંદનું નિધન

0
78
Advertisement
Loading...

ગંગાની અવિરલતા અને નિર્મલતાને જાળવી રાખવા માટે વિશેષ એક્ટ પાસ કરાવવાની માંગને લઇને આમરણ અનશન કરી રહેલાં સ્વામી જ્ઞાાન સ્વરૃપ સાનંદનું આજે બપોર બાદ એમ્સ ઋષિકેશમાં નિધન થઇ ગયું. એમ્સનાં જનસંપર્ક અધિકારી હરીશ થપલિયાલે આ વાતની પુષ્ટિ કરી છે.

ડૉક્ટરોનાં કહેવા મુજબ નબળાઇ અને હાર્ટ એટેકથી સ્વામી સાનંદનું નિધન થયું છે. બુધવારનાં રોજ સ્વામી સાનંદને એમ્સ ઋષિકેશમાં ભરતી કરવામાં આવ્યાં હતાં.સતત ૧૧૪ દિવસથી અનશન પર બેઠેલા સ્વામી સાનંદે મંગળવારનાં રોજ જળત્યાગ પણ કર્યો હતો.

સ્વામી જ્ઞાાન સ્વરૃપ સાનંદ ૨૨ જૂને ગંગા માટે કાયદો બનાવવાની માંગને લઇને અનશન પર હતાં. તમને જણાવી દઇએ કે સાંસદ રમેશ પોખરિયાલ નિશંક જોડે વાર્તા વિફલ થયા બાદ મંગળવારનાં રોજ તેઓએ જળ પણ ત્યાગી દીધું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here