ફ્લેટમાં લાગી આગ, 4 લોકોનો પરિવાર થઈ ગયો સ્વાહા, જાણો વિગત

0
166
Advertisement
Loading...

રાજધાની દિલ્હીમાં પ્રીતમપુરા વિસ્તારની પાસે કોહાટ એન્ક્લેવમાં ગુરુવારે મોડી રાત્રે એક ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં તેણે આખી બિલ્ડીંગને પોતાની ઝપટમાં લઇ લીધી હતી. આ આગમાં બિલ્ડીંગના પહેલા માળ પર રહેતા પતિ-પત્ની અને 2 બાળકોનો પરિવાર ભડથું થઈ ગયો હતો.

આગ લાગતા જ પહેલા માળ પર રહતો નાગપાલ પરિવાર તેની ઝપટમાં આવી ગયો હતો. પરિવારના મુખિયા રાકેશ, તેમની પત્ની ટીના, દીકરો હિમાંશુ (7) અને દીકરી શ્રેયા (3)ના આ આગમાં મોત થયું હતું.

આગ પર કાબૂ મેળવવા માટે પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ 3 લોકોને આગમાંથી બચાવ્યા અને દાઝી ગયેલા લોકોને રોહિણીની આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

જે ત્રણ લોકોને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવ્યા તેમના નામ સરબજીત (91) ઐશ્વર્યા રાય (26) અને નીતૂ (54) છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ત્રણેય બિલ્ડીંગમાં જ ફસાયેલા હતાં. ફાયર બ્રિગેડની 8 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધી આગ ઘણું વિકરાળ રૂપ લઈ ચૂકી હતી અને ખાસી ખાનાખરાબી મચાવી ચૂકી હતી.

અકસ્માતમાં બિલ્ડીંગમાં પડેલી ગાડીઓ પણ સંપૂર્ણપણે નુકસાન પામી છે. આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા ઇલેક્ટ્રિક મીટરથી લાગવી શરૂ થઈ હતી. બિલ્ડીંગના ગાર્ડે આગ જોઈને આખી બિલ્ડીંગની ઘંટડીઓ વગાડી દીધી હતી.

જેને સાંભળીને આખી બિલ્ડંગના લોકો નીચે આવી ગયા હતાં પરંતુ નાગપાલ પરિવાર નીચે પહોંચી શક્યો નહીં. આ દુર્ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પ્રાથમિક માહિતી પ્રમાણે, ઘરની અંદર શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી જેના કારણે ચાર લોકો જીવતા સળગી ગયા હતાં

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here