દાગી નેતાઓને ચૂંટણી લડવા માટે રોક લગાવવા સુપ્રીમનો ઇન્કાર

0
50
Advertisement
Loading...

દાગી નેતાઓને ચૂંટણી લડી સત્તાધીશ બનતા અટકાવવા માટેની સુપ્રીમમાં કરાયેલી અરજી પર આજે મહત્વનો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષ કે તેથી વધુ સજા થવાના કેસમાં આરોપો નક્કી થયા બાદ ચૂંટણી લડવા માટે નેતાઓને અયોગ્ય ઠેરવવાનો ઈનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અયોગ્યતાની જોગવાઈ કોર્ટ સાથે જોડી શકાય નહીં. આ કામ સંસદનું છે. અપરાધિત નેતાઓને ચૂંટણી લડતાં રોકવા માટે માત્ર ચાર્જશીટ જ પૂરતી નથી.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે તે સંસદની સીમાઓમાં જઇને નેતાઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ નથી મૂકી શકતી. રાજનીતિમાં અપરાધિકરણ અને ભ્રષ્ટાચાર, લોકતંત્ર માટે મોટા ખતરા સમાન છે.સુ્પ્રીમ કોર્ટએ નિર્ણયમાં સ્પષ્ટપણે આદેશ આપ્યો હતો કે જે ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ પેન્ડિગ છે તેઓ ચૂંટણી આવેદન ફોર્મ આપતા સમયે ક્રિમિનલ કેસ અંગેની સંપૂર્ણ માહિતી બોલ્ડ અક્ષરોમાં લખે. આ સિવાય દરેક રાજકીય દળોએ પોતાની વેબસાઇટ પર તેમના ઉમેદવારોના ગુનાઇત ઇતિહાસની માહિતી આપવી પડશે.

જેથી મતદારો આ બાબતે યોગ્ય નિર્ણય લઇને પ્રતિનિધિને ચૂંટી શકે. આ સિવાય ચૂંટણી પ્રચારની પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક જાહેરાતોમાં પણ તેમના ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડની જાણકારી આપવા જણાવ્યું હતું.ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ બહુચર્ચિત મામલે નિર્ણય આપતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર રાષ્ટ્રિય આર્થિક આંતક છે અને સંસદે આ મામલે કાયદાની જોગવાઇ કરવી જોઇએ. આ પહેલા સુ્પ્રીમ કોર્ટમાં પાંચ કે તેથી વધારે વર્ષની સજાના મામલામાં આરોપ સાબિત થતા ચૂંટણી લડવા પર રોક લગાવા પર અપીલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કેન્દ્ર તરફથી દલીલ કરતા જણાવ્યું હતું કે કાયદો ઘડવાનું કામ સંસદનું છે અને સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ ન કરવી જોઇએ. તેમણે સંવિધાનની જોગવાઇને ધ્યાનમાં રાખીને દલીલ કરી હતી કે કોઇ પણ વ્યક્તિ ત્યાં સુધી નિર્દોષ છે જ્યાં સુધી તેનો ગુનો સાબિત નથી થતો. આથી સજા પહેલા કોઇ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here