દેશભરમાં આ શું થઇ રહ્યું છે, લેફ્ટ, રાઈટ અને સેન્ટર તમામ જગ્યાએ રેપ થઇ રહ્યા છે”: સુપ્રીમ કોર્ટ

0
93
Advertisement
Loading...

પહેલા બિહારના મુઝફ્ફરપુર અને પછી ઉત્તરપ્રદેશના દેવરિયામાં શેલ્ટર હોમ રેપ કેસ પર સુપ્રીમ કોર્ટેની કડક ટીપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરપુર કેસ પર મંગળવારે બિહાર સરકારને કડક સૂચન કર્યુ હતુ. આ દરમ્યાન દેવરિયા શેલ્ટર હોમની છોકરિઓ સાથે થયેલા દુષ્કર્મનો પણ ઉલ્લેખ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે દેશભરમાં આ શું થઈ રહ્યુ છે. લેફ્ટ, રાઈટ અને સેન્ટર, બધી જગ્યાએ રેપ થઈ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)નો હવાલો આપતા કહ્યુ કે દર છ કલ્લાકે એક છોકરીનો રેપ થઈ રહ્યો છે. દેશભરમાં વર્ષે 38 હજારથી વધારે રેપ થઈ રહ્યા છે. દેશમાં સૌથી વધારે રેપ મધ્ય પ્રદેશમાં થઈ રહ્યા છે, બીજો નંબર યૂપીનો છે.

સુપ્રીમ કોર્ટે નીતીશ સરકારને ફટકાર લગાવતા કહ્યુ કે, ‘રાજ્ય સરકાર 2004થી તમામ શેલ્ટર હોમને પૈસા આપી રહી છે, પણ તેમને ખબર જ નથી કે ત્યાં શું થઈ રહ્યુ છે. તેઓએ ક્યારેય ત્યાં નિરીક્ષણ કરવાની પણ જરૂરિયાત નથી સમજી. એવુ લાગે છે કે આ ગતિવિધિઓ રાજ્ય પ્રાયોજિત છે. આ વિચારવાનો વિષય છે.’

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મુઝફ્ફરપુર વાળા એનજીઓ એકલા નથી, જ્યાં આ પ્રકારના આરોપો સામે આવ્યા હોય. એનજીઓએ પોતાની રિપોર્ટમાં રાજ્ય સરકારના ફંડથી ચાલી રહેલી એવી 15 સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે, જે તપાસના અવકાશમાં આવ્યુ છે. તમને જણાવી દઈએકે સુપ્રીમ કોર્ટે બિહાર શેલ્ટર હોમ રેપ કેસમાં અપર્ણા ભટ્ટને એમિકસ ક્યૂરી (ન્યાય મિત્ર) નિયુક્ત કરી રાખ્યા છે. એમિકસે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ કે પીડિત છોકરિઓની કાઉંસલિંગ કરવામાં આવી રહી છે.

સુપ્રીમે ટીપ્પણી કરતા એ પણ કહ્યુ કે આટલી મોટી ઘટના બાદ પણ અધિકારઓએ તપાસ મોડેથી શરૂ કરી. એમિકસ ક્યૂરીએ જણાવ્યુ કે અત્યાર સુધી કોઈને પણ વળતર નથી મળ્યુ. એક છોકરી હજુ પણ ખોવાયેલી છે અને ત્યાં સ્થિતિ ગંભીર છે. એડવોકેટ અર્પણા ભટ્ટે કોર્ટમાં એ પણ કહ્યુ કે ત્યાં સ્થિતિ ઘણી ગંભીર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ કરી રહેલા અદિકારીઓની પૂછપરછ કરી કે તેઓ ત્યાં શું તપાસ કરી રહ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here