૨૦૦ અને ૨૦૦૦ રૃપિયાની ગંદી અને ફાટેલી-તૂટેલી નોટ બદલી શકાશે

0
87
Advertisement
Loading...

હવે ૨૦૦ અને ૨૦૦૦ રૃપિયાની ગંદી અને ફાટેલી-તૂટેલી નોટ બદલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. નાણા મંત્રાલયે આ અંગે રિઝર્વ બેન્કના ડ્રાફટને લીલીઝંડી આપી દીધી છે. આ માટે ટૂંક સમયમાં જાહેરનામું જારી કરી દેવામાં આવશે.

નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કે ફાટેલી-તૂટેલી અને ગંદી નોટ બદલવાની આરબીઆઈ (નોટ રિફંડ) નિયમ ૨૦૦૯માં ફેરફારનો પ્રસ્તાવ મોકલ્યો હતો જેને મંજૂરી આપીને રિઝર્વ બેન્ક પાસે મોકલી દેવાયો છે. ટૂંક સમયમાં જ નવા નિયમ જારી કરવામાં આવશે જેનાથી સામાન્ય જનતાને રાહત મળશે. હાલના નિયમ અનુસાર માત્ર ૧, ૨, ૫,૧૦,૨૦,૫૦,૧૦૦,૫૦૦,૧૦૦૦ રૃપિયાની નોટ બદલવાની જ જોગવાઈ હતી.

રિઝર્વ બેન્કના સૂત્રોએ જણાવ્યું કે નાણા મંત્રાલયની મંજૂરી બાદ ડ્રાફટને રિઝર્વ બેન્કના બોર્ડ સામે મંજૂરી માટે રાખવામાં આવશે. રિઝર્વ બેન્કના પૂર્વ ડાયરેક્ટર વિપીન મલિકે જણાવ્યું કે રિઝર્વ બેન્કની બોર્ડની મંજૂરી બાદ ૨૦૦ અને ૨૦૦૦ રૃપિયાની નોટ બદલવાનો રસ્તો સાફ થઈ જશે. કાયદામાં એવી કોઈ જોગવાઈ નહોતી જેના આધાર પર બેન્ક ૨૦૦૦ અને ૨૦૦ રૃપિયાની ગંદી, જૂની અથવા ફાટેલી નોટ બદલી શકાય. નોટ બદલવાનો કાયદો આરબીઆઈ એક્ટની કલમ ૨૮ અંતર્ગત આવે છે. તેમાં નોટબંધી પહેલા ફાટેલી-તૂટેલી નોટ બદલવાની પરવાનગી હતી. નોટબંધી બાદ રિઝર્વ બેન્કે અત્યાર સુધી તેમાં કોઈ પણ સંશોધન કર્યું નહોતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here