બસ ભરાય એટલાં કપલ હોટલમાં રંગરેલિયાં મનાવતાં ઝડપાયાં સ્ટુડન્ટ્સ પણ સામેલ જુઓ તસવીરોમાં

0
929
Advertisement
Loading...

ઉત્તરપ્રદેશના મેરઠમાં પોલીસે ચાર હોટલ પર દરોડા પાડતા અંગતપળો માણી રહેલા અનેક પ્રેમી યુગલોને ઝડપ્યા હતા. આ હોટલોમાંથી એટલા બધા પ્રેમી યુગલો બહાર નીકળ્યા હતા કે તેઓને પોલીસ સ્ટેશન લઇ જવા માટે પોલીસે બસ બોલાવી પડી હતી.

આ પ્રેમી યુગલોમાં કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

એક રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસે મેરઠના ભૈસાલી બસસ્ટેન્ડની સામે આવેલી ચાર હોટલો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન હોટલમાંથી 41 કપલ્સ ઝડપાયા હતા.

આટલી મોટી સંખ્યામાં પ્રેમી જોડાંઓને જોઇને પોલીસ અધિકારીઓના હોશ ઉડી ગયા. તેમાં કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થિની પણ સામેલ છે. આ ઉપરાંત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ આબૂલેન ચોકી ઇન્ચાર્જ ઓમપ્રકાશને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સદર બજાર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર કપિલ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી.

પ્રેમી યુગલોને પોલીસ સ્ટેશન લઇ જવા માટે પોલીસે બસ મંગાવવી પડી હતી.

એએસપી સતપાલ મલિકનું કહેવું છે કે તપાસ પૂરી થયા બાદ હોટલ માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here