રશિયાએ છોડેલી કેમિકલ મિસાઇલોથી બાળકો પર થઇ આવી અસર, જુઓ તસવીરો

0
160
Advertisement
Loading...

શનિવારે રાસાયણિક હથિયારોના હુમલા બાદ આવેલી કેટલાક તસવીરોએ આખી દુનિયાને ચોંકાવી દીધું છે. સીરિયામાં શનિવારે હથિયારોથી હુમલો થયો, વિદ્રોહીઓના કબ્જાવાળી દોઉમામાં કથિત રીતે ઝેરીલા ગેસના હુમલામાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં બાળકોની સંખ્યા સૌથી વધુ હતી.

વિશ્વા સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દોઉમામાં થયેલા રાસાયણિક હુમલામાં 500થી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા. પોતાના નિવેદનમાં સંગઠને કહ્યું કે, તેમના સહયોગી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર, મેડક્લિપ કેમ્પમાં કેટલાય બાલકો સહિત 500 લોકોના ચેકઅપ કરવામાં આવ્યા અને તેમાં ઝેરીલા કેમિકલથી અક્સપૉઝરના લક્ષણ દેખાયા છે.

ઝેરીલા કેમિકલ્સના લક્ષણોમાં શ્વાસની તકલીફ, મ્યૂકસ મેન્બ્રેનમાં તકલીફ, શરીર પર દાગ અને મગજ પર અસર સામેલ છે. આવામાં કહેવામાં આવી રહ્યું છે કે, હુમલામાં સરીન જેવા ગેસનો ઉપયોગ થયો હશે. સ્વાસ્થ્ય સંગઠને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાની અનુમતિ આપવામાં માંગ કરી છે.

આ કેમિકલ એટેકનો સૌથી પહેલો શિકાર નાના-નાના બાળકો થયા છે. જેમને હજુ મોટાની આ દુનિયામાં પગ પણ નથી મુક્યો. કહેવાય છે કે કેમિકલ એટેકથી સૌથી વધુ બાળકો પ્રભાવિત થયા છે, બાળકોને મેડિકલ કેમ્પમાં સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવી રહી છે.

રાસાયણિક હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા, ઇરાન અને સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદને જવાબદાર ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 48 કલાકની અંદર ‘મોટો નિર્ણય’ લેવામાં આવશે, જોકે રશિયા અમેરિકાના આરોપોને ફગાવી દીધા છે.

હુમલા બાદ કેટલાક લોકોએ દોઉમા શહેર છોડી દીધું છે. હજારો લોકો બસ અને કારથી નોર્થ સીરિયા તરફ જતા દેખાઇ રહ્યાં છે.

વળી, સીરિયા પર સંકટ ઘેરાતું દેખાઇ રહ્યું છે. ટ્રમ્પે ટ્વીટ કરી ચેતાવ્યું છે કે, રશિયા તૈયાર રહો કેમકે નવી મિસાઇલ આવવા જઇ રહી છે. શાનદાર, નવી અને ‘સ્માર્ટ’. તમને ગેસથી હત્યા કરનારા કોઇપણ ઘટનામાં ભાગીદાર ના થવું જોઇએ, જે પોતાના લોકોની હત્યા કરે છે અને આનંદ માણે છે.’

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here