આધારકાર્ડ ન હોય તો શાળાઓ એડમિશનનો ઇન્કાર ન કરી શકે : યુઆઇડીએઆઇ

0
110
Advertisement
Loading...

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ કહ્યું કે આધારકાર્ડ ન હોય તો સ્કૂલો બાળકોને એડમિશન આપવાનો ઇનકાર ન કરી શકે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે આ કારણથી એડમિશનની ના પાડવી એ ગેરકાયદે છે. આ સંબંધે યુઆઇડીએઆઇ તરફથી રાજ્યના સચિવોને સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યો. તે મુજબ, સ્કૂલોને સલાહ આપવામાં આવી કે પોતાના પરિસરમાં આધાર બનાવવા માટે અને અપડેશન માટે સ્પેશિયલ કેમ્પ લગાવડાવો. આ માટે સ્થાનિક બેંકો, પોસ્ટ ઓફિસ, સ્ટેટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ, જિલ્લા એડમિનિસ્ટ્રેશન સાથે કો-ઓર્ડિનેટ કરો.

આધાર બને ત્યાં સુધી ઓળખના અન્ય માધ્યમોનો ઉપયોગ કરો.યુઆઇડીએઆઇએ કહ્યું, *એવી ઘણી ઘટનાઓ સામે આવી છે કે, જ્યારે આધાર ન હોય તો બાળકોને એડમિશન આપવાની ના પાડી દેવામાં આવી છે. એ સુનિશ્ચિત થવું જોઇએ કે આધારના અભાવમાં કોઇ બાળકના તેના અધિકાર કે ફાયદાથી દૂર ન કરવામાં આવે. આ પ્રકારની મનાઇ અયોગ્ય છે અને કાયદો તેની પરવાનગી આપતો નથી. જ્યાં સુધી બાળકોના આધાર નંબર બની ન જાય ત્યાં સુધી તેની ઓળખ સુનિશ્ચિત કરવા માટે બીજા માધ્યમો દ્વારા તેમને સુવિધાઓ અને અધિકારો આપવામાં આવે.

માનવામાં આવી રહ્યું છે કે ઓથોરિટીનો આ નિર્ણય તે બાળકો અને માતા-પિતાઓ માટે ઘણો રાહતભર્યો છે, જેના પર સ્કૂલ એડમિશનના સમયે આધાર નંબર આપવાનું દબાણ કરી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here