રૃપિયો તૂટયો નથી તેને તોડવામાં આવ્યો છે : રાહુલ ગાંધી

0
26
Advertisement
Loading...

ફોરેક્સ બજારમાં રૃપિયો ડોલર સામે ગુરુવારે ૭૩.૭૭ની ઐતિહાસિક નીચી સપાટીએ ગગડયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું હતું કે રૃપિયો તૂટયો નથી તેને તોડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ૮૫ ડોલર પ્રતિ બેરલની ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે ત્યારે ડોલર વધુ મજબૂત બન્યો છે. પરિણામે રૃપિયાના મૂલ્યમાં ધોવાણ થયું છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રૃપિયાના રકાસ અંગે ટ્વીટર પર ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે રૃપિયો તૂટયો નથી તેને તોડવામાં આવ્યો છે. એક દિવસ પૂર્વે રાહુલે વડાપ્રધાન મોદીને રૃપિયાના અવમૂલ્યન મુદ્દે મૌન રહેવા બદલ પ્રહારો કર્યા હતા. તેમણે હિન્દીમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દેશમાં ઈંધણની કિંમતો ભડકે બળી રહી છે અને લોકોમાં ભારોભાર રોષ છે છતાં વડાપ્રધાન સાઈલન્ટ મોડ પર છે. રાહુલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ‘૫૬ની છાતીવાળા ક્યાં સુધી મૌન રહેશે અને ‘અચ્છે દીન’ના વાયદાનું શું થયું.’ દેશમાં આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે.

રૃપિયો રોજ નવી નીચી સપાટી બનાવી રહ્યો છે તેમજ શેરબજારમાં બે દિવસમાં ૧૨૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. રોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર ધોવાણ જોવા મળી રહ્યો છે. ક્રૂડ વધતા પીએસયુ ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકી રહ્યા છે જેને પગલે સામાન્ય માણસને કમરતોડ ફટકા પડી રહ્યા છે. ડોલર સામે રૃપિયો ૪૪ પૈસી ગગડીને ૭૩.૭૭ની ઐતિહાસિક નીચી સપાટીએ ગગડયો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here