વડાપ્રધાન મોદીએ છેલ્લા ચાર વર્ષમાં કર્યો 84 દેશોનો પ્રવાસ, જાણો કેટલા કરોડનો થયો ખર્ચ?

0
94
Advertisement
Loading...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન 2014 બાદથી અત્યાર સુધીમાં 84 દેશોનો પ્રવાસ કર્યો છે. આ પ્રવાસમાં 1484 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સરકારે રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. સરકારે કહ્યું કે, વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન ચાર્ટર્ડ પ્લેન, વિમાનોની જાળવણી, હોટલાઇન સુવિધાઓ પર 1484 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિદેશ બાબતોના રાજ્યમંત્રી વીકે સિંહે એક સવાલના લેખિત જવાબમાં રાજ્ય સભામાં મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન આ જાણકારી આપી હતી.

આંકડાઓ અનુસાર, 15 જૂન 2014 અને 10 જૂન 2018 સુધીના સમયગાળા દરમિયાન વડાપ્રધાન મોદીના વિમાનની જાળવણી પર 1088.42 કરોડ રૂપિયા અને ચાર્ટર્ડ પ્લેનના ઉડાણ પર 384.26 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. હોટલાઇન પર કુલ ખર્ચ 9.12 કરોડ રૂપિયા થયો છે. મોદીએ મે 2014માં વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ 42 વિદેશી પ્રવાસોમાં કુલ 84 દેશોનો પ્રવાસ કર્યો છે.

સિંહ દ્ધારા આપવામાં આવેલી જાણકારીમાં 2017-2017 અને 2018-2019માં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન હોટલાઇન સુવિધાઓ પર થયેલો ખર્ચ સામેલ નથી. વર્ષ 2018-19માં યાત્રાઓ માટે ઉપયોગ લેવાયેલા ચાર્ટર્ડ પ્લેનનો ખર્ચ પણ સામેલ નથી. વીકે સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 2015-16માં મહતમ 24 દેશોનો પ્રવાસ કર્યો અને વર્ષ 2017-2018માં 19 તથા 2016-17માં 18 દેશોનો પ્રવાસ કર્યો હતો.

વર્ષ 2014-15માં મોદીએ 13 દેશોનો પ્રવાસ કર્યો જેમાં વડાપ્રધાને જૂન 2014માં પ્રથમ વિદેશ પ્રવાસ ભૂટાનનો કર્યો હતો. વર્ષ 2018માં તેમણે 10 દેશોનો પ્રવાસ કર્યો જેમાં તેમનો અંતિમ પ્રવાસ ચીનનો રહ્યો હતો. વર્ષ 2014-15માં વિદેશી સ્થળો માટે ચાર્ટર્ડ પ્લેનનો ખર્ચ 93.76 કરોડ રૂપિયા હતો જ્યારે વર્ષ 2015-16 માં આ ખર્ચ 117 કરોડ રૂપિયા થયો હતો. 2016-17માં 76.27 કરોડ અને વર્ષ 2017-18માં ચાર્ટર્ડ પ્લેનનો ખર્ચ 99.32 કરોડ રૂપિયા થયો હતો.

તેમણે કહ્યુ કે વડાપ્રધાનના વિદેશ પ્રવાસનો ઉદેશ્ય વ્યાપાર, રોકાણ, ઉદ્યોગો, વિકાસ ભાગીદારી સહિત વિવિધ ક્ષેત્રોમાં એ દેશો સાથે પરસ્પર સંબંધો વિકસાવવાનો છે. આ પ્રવાસ દરમિયાન રાજનીતિક પહોંચવામાં વધારો થયો છે. સાથે સાથે સરકારના રાષ્ટ્રીય વિકાસની મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં આપણી વિદેશી ભાગીદારીમાં વધારો થયો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here