10 રૂપિયાના સિક્કાને લઈને રિઝર્વ બેંકે કર્યો મોટો ખુલાસો, જાણો વિગત

0
190
Advertisement
Loading...

10 રૂપિયાના સિક્કાને લઈને બુધવારે રિઝર્વ બેંકે મોટી જાહેરાત કરી છે. કેટલાક વેપારીઓના 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદને ધ્યાનમાં લેતા રિઝર્વ બેન્કે આજે કહ્યું કે 10 રૂપિયાના તમામ 14 ડિઝાઈનવાળા સિક્કા કાયદેસર ચલણમાં છે.

રિઝર્વ બેંકે કહ્યું કે, અસલી-નકલીના મુંઝવણના કારણે અનેક જગ્યા પર લોકો તથા વેપારીઓ 10 રૂપિયાના સિક્કા લેવા ઈનકાર કરી રહ્યા છે. આરબીઆઈ માત્ર એવાજ સિક્કા ચલણમાં લાવે છે જે સરકારી ટંકશાળામાં ઢાળવામાં આવે છે.

આરબીઆઈએ કહ્યું કે આ સિક્કામાં અલગ અલગ ફિચર્સ છે જેથી આ આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક મૂલ્યોના વિભિન્ન પહેલુઓને પ્રદર્શિત કરી શકે અને તે સિક્કાને અલગ અલગ સમયે જારી કરવામાં આવ્યા છે.

દેશના કેન્દ્રીય બેંકે કહ્યું કે, ‘અત્યાર સુધી 10 રૂપિયાના 14 અલગ અલગ ડિઝાઈનવાળા સિક્કા જારી કરવામાં આવ્યા છે. આ તમામ સિક્કા માન્ય છે અને લેવડ-દેવડ માટે સ્વીકાર્ય છે. રિઝર્વે બેન્કે પણ તમામ બેન્કોને પોતાની શાખાઓમાં સિક્કા સ્વીકારવા આદેશ આપ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here