૧લી એપ્રિલથી પાંચ રાજ્યમાં અનાજની કોઈ પણ દુકાનેથી રાશન મળશે

0
196
Ration will be available from any shop in grains in five states from 1st April
Advertisement
Loading...

(GNS) ન્યુ દિલ્હી, ભારત ડીજીટલ ક્ષેત્રે હવે હરણફાળ ભરી રહ્યું છે. આધારકાર્ડ, પાનકાર્ડ અને હવે રાશનકાર્ડ પણ ડીજીટાઈજેશન થઈ રહ્યું છે. કેન્દ્રીય ખાધ મંત્રાલયને એવી આશા છે કે, સમગ્ર દેશમાં રાશનકાર્ડના ડીજીટાઈઝેશનની કામગીરી એક એપ્રિલ ૨૦૧૮ સુધીમાં પુરી થઈ જશે. ત્યાર બાદ ગ્રાહક તેમના રાજ્યમાં કોઈપણ રાશનની દુકાનેથી રાશન લઈ શકશે. પ્રાથમીક ધોરણે આ સેવા પાંચ રાજ્યોએ શરૂ કરી દીધી છે. જેમાં હરીયાણા, દિલ્હી, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગણાનો સમાવેશ થાય છે.

ખાધ મંત્રાલય મુજબ દેશની ૫૬ ટકા રાશનની દુકાનોમાં ઈલેકટ્રોનીક પોઈન્ટ ઓફ સેલ (ઈપીઓએસ)ના મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. તો બીજી તરફ બે મહિનામાં જ અન્ય રાયો પણ ઈપીઓએસ મશીનનો ઉપયોગ કરવા લાગશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઉત્તરપ્રદેશ, ઉડીસા, તામીલનાડુ જેવા રાયોમાં ૯૫ ટકા ઈપીઓએસ મશીન લગાવાઈ ચુકયા છે.

ઈપીઓએસ મશીનોમાં અનાજના વિતરણનો પુરો રેકોર્ડ રાખી શકાય છે. જે કેન્દ્રીય સર્વર સાથે જોડાયેલ હશે. કેન્દ્ર આ માહિતી દ્રારા વિતરણ પર નજર રાખી શકશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લગભગ બધા જ રાયોએ સરકારની આ કામગીરીમાં સહભાગી થવાનો ભરોસો આપ્યો છે અને આવનારા બે મહિનામાં ડીજીટલાઈઝેશનની પ્રક્રિયાને પુરી કરવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here