રાજ્યસભા ચૂંટણી : NDAના હરવંશ નારાયણસિંહ ઉપસભાપતિ પદ માટે ચૂંટાયા

0
110
Advertisement
Loading...

રાજ્યસભામાં ઉપસભાપતિ પદની ચૂંટણીની રણભેરી વાગી ચુકી છે. રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણી આજે યોજાઈ હતી. મોદી સરકાર અને વિપક્ષે પોતપોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતાં. એનડીએ તરફથી જેડીયુના રાજ્યસભાના સાંસદ હરિવંશ નારાયણ સિંહ અને કોંગ્રેસના સાંસદ બી. કે. હરિપ્રસાદને વિપક્ષી દળોએ ચૂંટણીમાં ઉતાર્યા હતાં. તેમાં NDAના હરવંશ નારાયણસિંહ ઉપસભાપતિ પદ માટે ચૂંટાયા છે

નોધનીય છે કે ભાજપ અને કોંગ્રેસ બંને રાજ્યસભાના ઉપસભાપતિપદમાં પોતાના ઉમેદવારોના જીતવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ બીજૂ જનતા દળના હરિવંશ સિંહને ટેકો આપવાના એલાન બાદ એનડીએની સ્થિતિ મજબૂત માનવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભામાં હાલ 244 સાંસદો છે. ભાજપના ગણિત મુજબ હરિવંશ સિંહને રાજ્યસભામાં 126 સાંસદોનો ટેકો મળવાનો દાવો કરાયો છે. વિપક્ષના આંકડાનું ગણિત જણાવી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર બી. કે. હરિપ્રસાદને 111 વોટ મળવાના આસાર છે.

ઉપસભાપતિ પદની ચૂંટણીમાં જેડીયુના સાંસદ હરિવંશ સિંહને એનડીએના 91 સાંસદોનો ટેકો મળવાનું નિશ્ચિત છે. ભાજપને આશા છે કે ત્રણ નોમિનેટેડ સાંસદો સિવાય સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અમરસિંહ પણ હરિવંશ સિંહને ટેકો આપે તેવી શક્યતા છે. આ સિવાય એઆઈએ-ડીએમકેના 13, તેલંગાણા રાષ્ટ્ર સમિતિના છ, વાઈએસઆર કોંગ્રેસના બે અને આઈએનએલડીના એક સાંસદનું સમર્થન મળવાની આશા એનડીએના ઉમેદવાર રાખી રહ્યા છે. આમ 117 સાંસદોનું સમર્થન હરિવંશ સિંહને મળવાનું નક્કી મનાય છે. ઓડિશાના મુખ્યપ્રધાન અને બીજેડીના પ્રમુખ નવીન પટનાયકે પણ જેડીયુના સાંસદને ટેકો આપવાની ઘોષણા કરી છે. બીજેડીના નવ સાંસદોના સમર્થન બાદ એનડીએના ઉમેદવારના વોટ 126 થઈ જશે.

સંખ્યાબળની દ્રષ્ટિએ યુપીએના ઉમેદવારનું પલડું થોડું હળવું દેખાઈ રહ્યું છે. બી. કે. હરિપ્રસાદને કોંગ્રેસના 61, ટીએમસીના 13, સમાજવાદી પાર્ટીના 13, ટીડીપીના 6, સીપીએમના પાંચ, બીએસપીના ચાર, ડીએમકેના ચાર, સીપીઆઈના બે અને જેડીએસના એક સાંસદનો ટેકો મળવાની આશા છે. આમ વિપક્ષના ઉમેદવાર બી. કે. હરિપ્રસાદને 109 સાંસદોનો ટેકો મળશે. જો એક નોમિનેટેડ અને એક અપક્ષ સાંસદ હરિપ્રસાદનું સમર્થન કરે તો તેમને 111 સાંસદોનું સમર્થન મળી શકે છે. જો કે રાજ્યસભામાં ઉપસભાપતિ પદની ચૂંટણી જીતવા 123 સાંસદોનું સમર્થન મળવું જરૂરી છે.

હરિવંશ સિંહને ટેકો આપવાના નીતિશ કુમારના અનુરોધને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ફગાવી દીધો છે અને મતદાનમાં સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો છે. જ્યારે પીડીપીનું વલણ હજીપણ અસ્પષ્ટ છે.. જો કે તેઓ એનડીએના ઉમેદવારને ટેકો નહીં આપે તેવું નિશ્ચિત મનાય છે.. પરંતુ તેઓ વોટિંગમાં હાજર રહેશે કે નહીં તેની સ્થિતિ અસ્પષ્ટ છે.

સંસદની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેના માટે સંસદીય મામલાના કેન્દ્રીય પ્રધાન અનંત કુમારે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરી છે. રાજ્યસભામાં મતદાનની પ્રક્રિયા સવારે અગિયાર વાગ્યે શરૂ થઈ રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here