રાજસ્થાન : ઉડાણ ભર્યાની ૧૨ મિનિટ બાદ જ મિગ-૨૭ ક્રેશ, પાયલોટ સુરિક્ષત

0
70
Advertisement
Loading...

જોધપુરના બનાડ વિસ્તારમાં યાંત્રિક ખામીને કારણે ભારતીય વાયુસેનાનું મિગ-૨૭ ફાઇટર વિમાન ક્રેશ થઇ ગયું.ઘટના દરમિયાન ફાઇટર વિમાન સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું હતું. આ ઘટના દેવરિયા ગામ પાસે બની હતી. તેમાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ પ્રશાસને ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલી હતી. એરફોર્સના અધિકારી અને પોલીસના જવાન પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે મિગ-૨૭ વિમાને એરબેસ પરથી સવારે ૮.૫૦ કલાકે ઉડાણ ભરી હતી અને ૯.૦૨ કલાકે તે ક્રેશ થઇ ગયું હતું. ઘટનાના બાદ કોર્ટ ઓક ઇન્ક્વાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ પહેલા ૬ જુલાઇએ ભારતીય વાયુસેનાનું ટ્રેનર ફાઇટર જેમ મિગ ૨૩ જોધપુરમાં ક્રેશ થઇ ગયું હતું. આ અકસ્માતમાં ફાઇટર પર સવાર બન્ને પાયલોટ સુરિક્ષત બહાર નીકળી ગયા હતાં. ગોપાસર નજીક એક ખેતરમાં નીચે પડતા જ તેમાં આગ લાગી ગઇ હતી. જેટ મિગ-૨૩એ લગભગ ૧૨ કલાકે જોધપુરથી ઉડાણ ભરી હતી અને બાલેસર વિસ્તારના ગોપાસ ગામ નજીક તેનું એન્જિન કામ કરતું બંધ થઇ ગયું હતું. વિમાન ખેતરમાં પડતા જ તેમાં આગ ફાટી નીકળી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here