Rajasthan ભાજપમાં Amit Shah અને CM વસુંધરા વચ્ચે પ્રદેશ પ્રમુખને લઈને વિવાદ

0
141
Advertisement
Loading...

Rajasthan ભાજપ પ્રમુખ અમિત શાહ માટે સંગઠનમાં ફેરફાર કરવાનો નિર્ણય વિવાદાસ્પદ સાબિત થઈ રહ્યો છે. જેમાં પણ અમિત શાહ માટે હવે રાજસ્થાનના ભાજપના સીએમ વસુંધરા રાજે ખુદ જ મુસીબત ઉભી કરી રહ્યાં છે.અમિત શાહે ગત અઠવાડીયે નવા પ્રદેશ અધ્યક્ષ માટે કવાયત શરુ કરી હતી. જેમાં હાલમાં રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામીએ ૧૮ એપ્રિલના રોજ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેની બાદ અમિત શાહે પ્રદેશ પ્રમુખની જવાબદારી ગજેન્દ્રસિંહ શેખાવતને આપવાનો નિર્ણય કર્યો હતો.

આ નિર્ણયનો વસુંધરા રાજે સહિત તેમના સમર્થકો પુરજોર વિરોધ કરી રહ્યા છે. જેના પગલે શેખાવતના નામની જાહેરાત કરવામાં આવી નથી. તેમજ એક ભાજપ નેતાએ કહ્યું કે ભરોસો નથી થતો કે એવું શું થયું કે આ બધું થયું છે. તેમજ એ પણ જાણવું મુશ્કેલ છે કે આખરે કોની ચાલશે.

શેખાવત એક રાજપૂત નેતા છે. તેથી જો તે અધ્યક્ષ બનશે તો જાટ મતદારો નારાજ થશે. તેથી વસુંધરા રાજે એક એવો ચહેરો ઈચ્છે છે કે કે જાતિગત ઓળખના લીધે વિવાદમાં ના આવે. જે રીત ગત અધ્યક્ષ પરનામી જેવા. જે સિંધી અને પંજાબી છે અને તેમની વસ્તી રાજ્યમાં ઓછી છે. માનવામાં આવે છે કે રાજે શ્રી ચંદ્ર કૃપલાનીનું નામ આગળ વધાર્યું છે. કૃપલાની સિંધી પંજાબી છે અને રાજય સરકારમાં મંત્રી છે. સુત્રોના જણાવ્યા અનુસાર શાહને એ બાબતનો ભરોષો નથી કે કૃપલાની ચૂંટણી માટે તૈયાર હોય. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે રાજે એવા વ્યક્તિને પ્રમુખ બનાવવામાં માંગે છે કે જ તેમના પ્રભાવમાં કામ કરે નહીં કે સીધા કેન્દ્રીય નેતૃત્વમાં કામ કરે.

શાહે શેખાવતને રાજપુત ફેક્ટર ગણીને આગળ વધાર્યા છે. તેમને લાગે છે તેનાથી રાજપૂત સમાજમાં સારો સંદેશ જશે. તેમજ રાજપૂત હાલ ભાજપથી નારાજ છે . તેમજ હાલમાં થયેલી બે લોકસભા અને એક વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને નુકશાન થયું હતું અને કોંગ્રેસ આ ત્રણે બેઠક જીતી હતી. તેમજ કેન્દ્રીય નેતાઓનો હારનું કારણ પણ રાજપૂતોનો ગુસ્સો ગણવામાં આવે છે.

તો બીજી તરફ પ્રદેશ અધ્યક્ષના નામ પર એક કેન્દ્રીય નેતા અર્જુન મેધવાલનું નામ પણ ચર્ચામાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર દલિત સમુદાય સાથે સબંધ ધરાવતા મેધવાલ પર રાજે રાજી નથી. આ બધા વચ્ચે વચ્ચેની રસ્તો નીકાળવા માટે મહાસચિવ ભુપેન્દ્ર યાદવનું નામ પણ ચર્ચામાં છે. પાર્ટી નેતાઓને લાગે છે યાદવ પર શાહ અને રાજે બંનેની સહમતિ બની શકે તેમ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here