બુલેટ ટ્રેન લાવતાં પહેલાં રેલ્વે વિભાગને અંગ્રેજીના કોચિંગની જરૂર…!?

0
107
Advertisement
Loading...

ભારતીય રેલે દ્વારા એક તરફ તો બુલેટ ટ્રેનની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ રેલ મંત્રાલયને શરમાવવું પડે એવી અંગ્રેજીનું ચલણ કોઇ સામાન્ય ટ્રેનના ડબ્બામાં નહીં પણ રેલ મંત્રાલયની પ્રથમ હરોળમાં ગણાતા રાજધાની એક્સપ્રેસ ટ્ટેનના એસી કોચમાં જોવા મળે છે. તસ્વીરમાં જણાય છે તેમ રાજધાની એક્સપ્રેસ ટ્રેનના 1એસી કોચમાં ટોઇલેટમાં પ્રવાસીઓ માટે સુચના લખવામાં આવી છે. આ સુચનાનું જે મથાળું છે તે હિન્દીમાં બરાબર છે.

જેમ કે રેસ યાત્રીયોં સે અનુરોધ.. પણ તેની નીચે અંગ્રેજીમાં જેમથાળુ લખવામાં આવ્યું છે તેનો અર્થ બદલાઇ જાય છે. આ સુચના રેલવે દ્વારા મુસાફરો માટે છે. પરંતુ અંગ્રેજીમાં જે લખવામાં આવ્યું છે કે રીક્વેસ્ટ ફ્રોમ રેલ પેસેન્જર્સ તે યોગ્ય નથી. કેમ કે તેનો અર્થ એવો થાય કે પેસેન્જર્સ દ્વારા રેલવેને વિનંતી કરવામાં આવી રહી છે…! વાસ્તવમાં એવું નથી.

અંગ્રેજીમાં એવું લખાણ કે મથાળુ હોવુ જોઇએ કે રિક્વેસ્ટ ફોર ( નહીં કે ફ્રોમ) રેલ પેસેન્જર્સ હોવું જોઇએ. હવે આવા બોર્ડ દરેત કોચમાં લાગી ગયા છે ત્યારે અંગ્રેજી જાણનારા કે વિદેશી મુસાફરો ભારતીય રેલ અંગે શું છાપ લઇને જાય..?

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here