૨૦ સેકન્ડમાં કાબુ મેળવ્યો ન હોત તો ક્રેશ થઇ જાત રાહુલનું વિમાન

0
100
Advertisement
Loading...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઇને નાગરિક વિમાન મહાનિદેશાલય (ડીજીસીએ)નો એક ચોંકાવનારો રિપોર્ટ એક ખાનગી ટીવી ચેનલના હાથમાં આવ્યો છે. રિપોર્ટથી સનસનીખેજ ખુલાસો થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં દિલ્હીથી કર્ણાટકના હુબલી જઇ રહેલ વિમાન હવામાં ડગમગાવાના અને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાના મામલે ડીજીસીએ તપાસ રિપોર્ટ આપી દીધો છે.

એેક ટીવી ચેનલે દાવો કર્યો છે કે ગત ૨૬ એપ્રિલે નવી દિલ્હીથી હુબલી જતી વખતે રાહુલ ગાંધીના ચાર્ટર્ડ વિમાનમાં જે યાંત્રિક ખરાબી થઇ હતી તેને લઇને ડીજીસીએએ આંતરિક તપાસ કરી હતી અને એ તપાસનો રિપોર્ટ ચેનલના હાથમાં આવ્યો છે.

ચેનલે ડીજીસીએના રિપોર્ટને ટાંકતા દાવો કર્યો છે કે યાંત્રિક ખામી સર્જાતા પાયલટે કાબુ મેળવી લીધો ન હોત તો આગામી ૨૦ સેકન્ડમાં ગંભીર પરિણામ આવી શક્યા હોત ત્યાં સુધી કે રાહુલનું વિમાન ક્રેશ પણ થઇ શક્યું હોત. રિપોર્ટ ઇશારો કરે છે કે આ પ્રકારની ખામી પાછળ માનવીય ચૂક હોઇ શકે છે. રિપોર્ટ અનુસાર તે દિવસે રાહુલ ગાંધીનું ચાર્ટર્ડ વિમાન અચાનક એક તરફ ઝૂકવા લાગ્યું હતું અને તેના એન્જિનમાંથી અવાજ આવી રહ્યો હતો. વિમાન ઓટો પાયલોટ મોડ પર ચાલી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ રાહુલ ગાંધીના વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. કોંગ્રેસ દ્વારા ઘટનાને લઇને કોઇ ષડયંત્રની ફરિયાદ કરવામાં આવી હતી અને એક ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. કોંગ્રેસે ડીજીસીએ સમક્ષ માંગ કરી હતી કે તે મામલાને ગંભીરતાથી લઇને તપાસ કરો. કોંગ્રેસની માંગ બાદ ડીજીસીએ આંતરિક તપાસ બેસાડી હતી. કોંગ્રેસે તપાસ રિપોર્ટ જાહેર કરવાની પણ માંગ કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here