રાહુલ ગાંધી સરકાર પર કર્યાં પ્રહાર કહ્યું પીએમ મોદી દલિત વિરોધી છે

0
83
Advertisement
Loading...

દિલ્હીમાં જંતર-મંતર પર આયોજિત વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમ મોદી દલિત વિરોધી છે. 2019ની ચૂંટણીમાં આપણે બધાએ સાથે મળીને ભાજપને હરાવવા માટે કામ કરવુ પડશે.

કોંગ્રેસે હમેશા એસટી, એસસી એક્ટની રક્ષા કરી છે. જંતર-મંતર પર એસસી, એસટી અને અનામત મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. જેમા રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો. અહીં રાહુલ ગાંધી સાથે સીપીઆઈના નેતા સીતારામ યેચુરી પણ જંતર-મંતર પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, ભાજપ સરકારના શાસનમાં આજે દલિતો પર હુમલા થઈ રહયા છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધી મોદી સરકાર પર હમેશા દલિત મુદે નિશાન સાધતા આવ્યા છે. ત્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે, મોદી સરકારે દલિતો પર થઈ રહેલા અત્યાચાર મુદે કોઈ કાર્યવાહી કરી નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here