SC જજ વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું- જજ લોયા કેસની યોગ્ય તપાસ થાય

0
184
Advertisement
Loading...

સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા સીજેઆઇ દીપક મિશ્રાની વિરૂદ્ધ ઉઠાવાયેલા સવાલો બાદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે જજોના આરોપ ઘણા મહત્વના છે. રાહુલે કહ્યું કે જજ લોયા કેસની તપાસ યોગ્ય રીતે થવી જોઇએ. જે મુદ્દાઓ ચાર જજોએ ઉઠાવ્યા છે તે મહત્વના છે.

તેમણે લોકતંત્રના ખતરાની વાત કરી છે જે અંગે જોવુ પડશે. જે સવાલ તેમણે ઉઠાવ્યા છે તે ઘણા જરૂરી છે. તેને ધ્યાનથી જોવા પડશે. રાહુલે કહ્યું કે આ પ્રકારની વસ્તુઓ પહેલા ક્યારેય નથી બની.આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ મામલે એક બેઠક યોજી હતી. જેમાં રાહુલે પોતાના વરિષ્ઠ નેતાઓ અને વરિષ્ઠ વકીલોની સાથે સુપ્રીમ કોર્ટના જજો દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ અંગે વાત કરી હતી.

ત્યારબાદ કોંગ્રેસ તરફથી મીડિયા સમક્ષ આ નિવેદન આપવામાં આવ્યું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતુ કે જજોના વિવાદથી કોંગ્રેસ ચિંતિત છે. તેની લોકતંત્ર પર દૂરોગામી અસર પડશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here